Nawanagar Time
જામનગર

જામનગર લીમડાલાઈનમાં ફર્નીચર શોરૂમમાં વિકરાળ આગ…

ફર્નિચર શોરૂમમાં લાગેલી આગ આખા બિલ્ડીંગને ભરખી ગઈ : પ્રથમ મજલે આવેલી હોસ્પિતલમાંથી સાત દર્દીને રેસ્ક્યુ કરાયા

સવારે સાડા નવે લાગેલી આગ દોઢ કલાકે કાબુમાં : ૫ ફાયર ફાઈટરે સતત પાણીનો મારો ચલાવ્યો

જામનગર શહેરની વચ્ચોવચ્ચ આવેલ લીમડા લાઈન વિસ્તારમાં આજે એક ફર્નિચર શોરૂમમાં અચાનક આગ લાગતા એક હોસ્પિટલ, બે મોબઇલ શોપ, ટ્યૂશન કલાસ અને જીટીપીએલની ઓફીસ આ આગની ચપેટમાં આવી જતા કરોડોના નુકશાનની દહેશત સેવાઈ રહી છે, જો કે બાંધકામ નીતિ નિયમોને નેવે મૂકી ગેરકાનૂની રીતે ધમધમતા આ ફર્નિચર શોરૂમે આજે વિના કારણે અન્ય મિલકતોને દઝાડી હોવાનું સામે આવ્યું છે.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ જામનગરના લીમડા લાઈન વિસ્તારમાં આવેલ સિદ્ધનાથ કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલ વિશાળ ફર્નિચરના શોરૂમમાં કોઈ કારણો સર સવારે સાડા નવેક વાગ્યાના અરસામાં ધુમાડાના ગોટે ગોટા નીકળવાનું શરૂ થતાં આગ લાગવા મામલે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને જામ્યુંકો ફાયર દ્વારા તુરત જ મોરચો સાંભળી લઈ આગને કાબુમાં લેવા પ્રયાસ શરૂ કર્યા હતા. જો કે, ઉતરી પવનને કારણે આગે પળભરમાં જ વિકરાળ રૂપ ધારણ કરી લેતા ફાયર બ્રિગેડ દ્વારા એક બાદ એક પાંચ ફાયર ફાયટરોને આગ બુઝાવવા કામે લગાડી દેવાયા હતા પરંતુ કમેય કરીને આગ કાબુમાં આવવાને બદલે સતત વિકરાળ બની હતી.

બીજી તરફ ગ્રાઉન્ડ ફ્લોરમાંથી લાગેલી આગ ધીમે – ધીમે પ્રથમ મજલે અને ત્યાર સમગ્ર બિલ્ડીંગને ચપેટમાં લેતા પ્રથમ મજલે આવેલ સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ થયેલા સાત દર્દીઓને રેસ્ક્યુ કરવા પડયા હતા, આ ઉપરાંત આ આગમાં સિદ્ધનાથ કોમ્પ્લેક્સમાં આવેલ બે મોબાઈલ શોપ અને એક ટ્યૂશન કલાસ પણ ભસ્મીભૂત થઈ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે સવારે સાડા નવેક વાગ્યે આગ લાગ્યા બાદ પવનને કારણે આગ વધુ ગંભીર રૂપ ધારણ કરતા જામનગર શહેર પોલીસ અને ટ્રાફિક પોલીસ પણ આગના મોરચે આવી ગઈ હતી ઉપરાંત મહાનગર પાલિકાના મેયર હસમુખ જેઠવા, સ્ટેન્ડિંગ ચેરમેન સુભાષ જોશી, શહેર ભાજપ પ્રમુઝ હસમુખ હિંડોચા સહિતના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

જો કે, સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાણ હાની થઈ નથી પરંતું સવાલ એ ઉઠે છે કે બાંધકામ નીતિ નિયમો નેવે મૂકી ગેરકાયદેસર રીતે પાર્કિંગ સ્પેસમાં શરૂ થયેલા આવા ગોરખધંધાને કારણે અન્ય નિર્દોષ લોકોને પણ ભોગવવાનો વારો આવે છે, પરિણામે આવી ઘટનાઓ મ્યુનિસિપલ કમિશનર દ્વારા તપાસ કરી કડક પગલાં ભરી જામનગરમાં ગેરકાયદે બાંધકામો ઉપર હથોડા વીંઝી ફાયર સેફટીના નિયમોની અમલવારી કરાવે તે જરૂરી હોવાનું આજની ઘટના ઉપરથી લાગી રહ્યું છે.

Related posts

કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલનનો રેલો જામનગર પહોંચ્યો

Nawanagar Time

જીવીત જનેતાને મૃત જાહેર કરી પુત્રએ આચર્યું જમીન કૌભાંડ

Nawanagar Time

જામનગરમાં ડેંગ્યુથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ યુવતીનું મોત: વધુ 30 કેસ

Nawanagar Time

Leave a Comment