Nawanagar Time
ધાર્મિક

એક દેડકો કરે છે આ શિવમંદિરની રક્ષા,જાણો કેમ અને ક્યાં આવેલ છે આ શિવ મંદિર…

a-frog-does-this-protect-the-shiva-temple-know-why-and-where-is-this-shiva-templea-frog-does-this-protect-the-shiva-temple-know-why-and-where-is-this-shiva-temple
  1. આ મંદિરની સુરક્ષા એક દેડકો કરે છે

    દેશના ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી જિલ્લાના ઓયલમાં આવેલા આ મંદિરને દેડકાના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરની ખાસિયત એ છે કે આ મંદિરની સુરક્ષા એક દેડકો કરે છે અને આ શિવ ભગવાનનું મંદિર છે. આ શિવ ભગવાનના મંદિરની રક્ષા દેડકો કરે છે માટે આ મંદિરને દેડકાનું મંદિર કહેવામાં આવે છે.

  2. મંદિરનું નિર્માણ મંડૂક યંત્ર આધારિત છે

    આ એક પ્રાચીન મંદિર છે, આ મંદિરનું નિર્માણ મંડૂક યંત્રના આધાર પર કરવામાં આવ્યું છે. આ મંદિરનું નિર્માણ ચાહમાન વંશના રાજા બખ્શ સિંહે કરાવ્યું હતું. આ મંદિરને તંત્ર વિદ્યાના આધાર પર તૈયાર કરવામાં આવ્યું હતું. આ દેશનું એકમાત્ર એવું શિવ મંદિર છે કે જેની રક્ષા દેડકો કરે છે. જો આ મંદિરમાં ભક્ત દિલથી પ્રાર્થના કરે તો ભગવાન શિવ તેમની મનોકામના ચોક્કસ પૂર્ણ કરે છે. આ મંદિર ચમત્કારો માટે ખૂબ જ પ્રસિધ્ધ છે.

  3. અહીં શિવલિંગ દિવસમાં ઘણીવખત રંગ બદલે છે

    આ મંદિરની અનોખી વાત એ છે કે આ મંદિરમાં સ્થાપિત શિવલિંગ દિવસમાં ઘણીવખત રંગ બદલે છે. આ શિવલિંગને નર્મદેશ્વર મહાદેવના નામે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર એટલું પવિત્ર છે કે ઘણાં તાંત્રિકો અહીં સાધના કરવા માટે પણ આવે છે, એકાંતમાં હોવાને લીધે આ મંદિરમાં કરવામાં આવતી આરાધનાનું વિશેષ મહત્ત્વ રહેલું છે.

Related posts

જગત મંદિરમાં ધામેધૂમે ઉજવાયો વિજયાદશમી મહોત્સવ

Nawanagar Time

સમગ્ર પૃથ્વીની વસતિમાં હિન્દુઓનું અસ્તિત્વ કેટલું?

Nawanagar Time

ભોળેશ્ર્વર પદયાત્રા કેમ્પ મોકુફ

Nawanagar Time

Leave a Comment