Nawanagar Time
ગુજરાત જામનગર

વીજકંપનીને ‘જર્ક’નો જોરદાર ઝટકો

a-great-tactic-of-jarke-to-the-power-company

ગ્રાહકો પાસેથી ઉઘરાવેલો 9 પૈસાનો ફ્યુઅલ ચાર્જ વધારો પરત ચુકવવા આદેશ : 216 કરોડ પરત આપવા જોશે

જામનગર:-ગુજરાત ઉર્જા વિકાસ  લિમિટેડની દેખરેખ હેઠળ ચાલતી ગુજરાત સરકારની ચાર વીજ વિતરણ કંપનીઓને ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ (એફપીપીપી એ)ની ફોમ્ર્યુલા હેઠળ જાન્યુઆરીથી માર્ચ 2019ના ત્રિમાસિક ગાળાના યુનિટદીઠ ચાર્જમાં 9 પૈસાનો ઘટાડો કરવાની ફરજ પડી છે. આ ઘટાડાને પરિણામે ગુજરાતના 1.4 કરોડ વીજજોડાણધારકોને મહિને રૂા. 72 કરોડની અને ત્રણ મહિને રૂા.  કરોડની રાહત મળશે.

ગુજરાત સરકારની વીજ વિતરણ કંપનીઓએ 2018-19ના બીજા ત્રિમાસિક ગાળામાં એટલે કે જુલાઈ,ઓગસ્ટ ને સપ્ટેમ્બર 2018ના ગાળાના વધારાના ખર્ચના નાણાંનો એફપીપીપીએમાં ઉમેરો કરીને રૃા. 1.71થી વધારીને રૂા. 1.80 કરીને નવ પૈસાનો વધારો કર્યો હતો. ત્યારબાદ ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર 2018ના ત્રિમાસિક ગાળાના ખર્ચ પેટે યુનિટદીઠ 10 પૈસા  હતા. આ સાથે તેનો ફ્યુઅલ પ્રાઈસ અને પાવર પરચેઝ એગ્રીમેન્ટ-એફપીપીપીએની ફોમ્ર્યુલા હેઠળનો ચાર્જ રૂા. 1.90 થતો હતો. પરંતુ ગુજરાત સરકારની વીજ કંપનીઓએ યુનિટદીઠ રૂા. 1.90નો વધારો કરવાને બદલે બીજા ત્રિમાસિક ગાળાના નવ પૈસા ફરીથી ઉમેરીને રૂા. 1.99નો ચાર્જ લીધો હતો. આમ વીજજોડાણ ધરાવનારા ગ્રાહકોના ખિસ્સામાંથી યુનિટદીઠ નવ પૈસા વધારે

31મી જાન્યુઆરીએ જાહેરાત કરી હતી. આમ મહિને રૂા. 72 કરોડ વધુ ખંખેરી લેવાનો પેંતરો કર્યો હતો. તેની સામે જર્કમાં જ વાંધો ઊઠાવવામાં આવ્યો હતો.

જાન્યુઆરી 2019માં એફપીપીપીએ હેઠળ 1.99 લઈને 9 પૈસા વધુ લીધા છે. હવે ફેબુ્ર આરીમાં 1.81 લઈને નવ પૈસા પરત કરવા પડશે. આમ માર્ચ 2019 સુધી  પૈસા ઓછા લેવાના રહેશે. તેના પર જર્કે અને જનતાએ બંનેએ નજર રાખવાની રહેશે. આ બધી ચકાસણી કરવા માટે તેમની પાસે માનવબળ ન હોવાનું જર્ક બહાનું કાઢ્યા જ કરે છે. જનતાએ આ બાબતમાં પોતે જાગૃત રહેવું પડશે.

વીજ ઉદ્યોગના ક્ષેત્રના નિષ્ણાતે તેની સામે વાંધો ઊઠાવતા જણાવ્યું હતું કે પાવર સેક્ટરનો  એક મોટો ફ્રોડ છે. ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003ની કલમ 62(4)માં કરવામાં આવેલી જોગવાઈ હેઠળ દર ત્રણ મહિને વીજ વિતરણ કંપનીઓ એફપીપીપીએ હેઠળ યુનિટ દીઠ 10 પૈસાનો આપોઆપ વધારો કરી શકે છે. તેનાથી વધુ વધારો કરવો હોય તો ગુજરાત વીજ નિયમન પંચ-જર્ક પાસે મંજૂરી મેળવીને પછી જ તે વધારો કરી શકાય  આમ એક વર્ષમાં ચારવાર નહિ, પાંચવાર વીજદર વધારવામાં આવી રહ્યા છે. પહેલી એપ્રિલે આખા વર્ષનો વધારો મંજૂર કરવામાં આવે છે. તદુપરાંત દર ત્રણ મહિને એફપીપીપીએ હેઠળ 10 પૈસાનો આપોઆપ વધારો કરવાની અને તેનાથી વધુ વધારો જોઈતો હોય તો તે જર્ક પાસે મંજૂર કરાવીને અમલમાં મૂકવાની છૂટ આપવામાં આવેલી છે.  એક જ વર્ષમાં પાંચ વાર વીજદરમાં વધારો થાય છે.

Related posts

જામનગરમાં અંદાજે 20 ટકા મિલ્કતોના ક્ષેત્રફળમાં વધારો

Nawanagar Time

SP કચેરી નીચે ઝેરી દવા પી ગયેલા વૃદ્ધનું મૃત્યું

Nawanagar Time

દિવાળી ઉજવવા સરકારની મનાઈ, ફટાકડા વેચવા તંત્રની છૂટ!

Nawanagar Time

Leave a Comment