Nawanagar Time
ગુજરાત જામનગર

તયાર છે અપના જવાનો આપણી સુરક્ષા માટે.. હાલારમાં બંદરો, મંદિરો, રિફાઈનરી પર ચાંપતી નજર..

a-hawk-about-ports-temples-refinery-in-hollar

સોમનાથ, દ્વારકા, પોરબંદર, કચ્છ બોર્ડરે સુરક્ષા વધારાઇ: સરહદ પર ગમે તે પરિસ્થિતીને પહોંચી વળવા માટે સેના ખડેપગે : પાકિસ્તાને પણ કચ્છ સરહદ પર હેલિપેડ બનાવ્યું

જામનગર:-પુલવામા હુમલા બાદ ભારતે ગઇકાલે પી.ઓ.કેમાં 12 મિરાજ વિમાનથી પીઓકેમાં આતંકી પ્રવૃત્તિ  કાર્યવાહી કરી છે. જેમાં લગભગ 300 આતંકી ઠાર કર્યા હોવાનો દાવો કર્યો છે. જેને પગલે પાકિસ્તાન- ગુજરાત વચ્ચેના 508 કિ.મી. સરહદી વિસ્તારને ધ્યાનમાં લેતા સમગ્ર રાજ્યમાં હાઇ એલર્ટ આપવામાં આવ્યું છે. સુત્રો મુજબ સોમનાથ, પોરબંદર અને કચ્છ બોર્ડર પર સુરક્ષા વધારી દેવાઈ છે. તેમજ જવાનોએ સૌરાષ્ટ્રની દરિયાઇ પટ્ટીથી લઈ  અને વાયુ માર્ગે પાકિસ્તાનને ભરી પીવાની તૈયારીઓ કરી છે.

ગઇકાલે મુખ્યમંત્રી રૂપાણીએ કાલાવડમાં કહ્યું હતું કે, ગેરપ્રવૃત્તિ કરનારાઓના અડ્ડા નાબૂદ કર્યા છે. ગુજરાતને સવારથી હાઇ એલર્ટ કર્યું છે. આપણો દરિયાકિનારો મોટો છે. ગુજરાત દરેક પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે. 1600 કિલો મીટરના દરિયાકિનારા પર હાઇ એલર્ટ, રાઉન્ડ ધી ક્લોક  કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને જામનગર જિલ્લામાં રિલાયન્સ રિફાઇનરી, દ્વારકા જગત મંદિર સહિતના વ્યુહાત્મક સ્થળો હોવા ઉપરાંત એરફોર્સ, નેવીના હેડકવાર્ટર હોય હાલારમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા ચાંપતી નઝરો રાખવામાં આવી રહી છે.

સોમનાથ મંદિર- રિલાયન્સ રિફાઇનરી સોફટ ટાર્ગેટ

સૌરાષ્ટ્રના દરિયાના કિનારે આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ અને રિલાયન્સ રિફાઇનરી પર  નજર હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જેને પગલે આ બન્ને મહત્વપૂર્ણ સ્થળોની સુરક્ષા વધારાઈ છે. સોમનાથ મહાદેવ મંદિર ખાતે એન.એસ.જી.ની ટીમ તૈનાત કરાઈ છે. પાકિસ્તાનથી ગુજરાતમાં ઘૂસવા માટે સૌથી સરળ રસ્તો સૌરાષ્ટ્રનો દરિયા કિનારો હોવાથી ગુપ્તચર રિપોર્ટ મુજબ આ જગ્યાની ચિંતા વધુ છે.

જામનગર એરફોર્સ તૈયાર

સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના 1600  મીટરના દરિયાકિનારા પર હાઇ એલર્ટ જાહેર કરી દેવાયું છે. અસંખ્ય નિર્જન ટાપુઓ અને આંતરિયાળ કિનારાઓ પર પોલીસની બાજ નજર છે. દરિયાકિનારા પર સુરક્ષા વ્યવસ્થા વધારી રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ શરૂ કરી દેવાયું છે. સ્થાનિક પોલીસે કોઇ પણ શંકાસ્પદ ચીજવસ્તુ કે વ્યક્તિ દેખાય તો તાકીદે પોલીસને જાણ કરવા માટે સુચનાઓ  છે. દ્વારકા અને જામનગર દરિયા કિનારાને લઇ જામનગરમાં વિમાનો પણ સ્ટેન્ડ ટૂ હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે. તેમજ યુદ્ધ ઉપયોગી વિમાનો જામનગર એરફોર્સ પાસે હોવાનું જાણવા મળી રહ્યું છે.

પોરબંદરમાં દરિયા કિનારો જોખમી

પોરબંદરનો દરિયા કિનારો આતંકીઓ માટે ગેટવે ઓફ ગુજરાત છે. જેથી અમુક નિર્જન ટાપુ પર સાઇડ પેટ્રોલિંગ દેવાયું છે. મોટા ભાગની ફિશિંગ બોટનું પણ ચેકિંગ થઇ રહ્યું છે. મરિન કમાન્ડો હાઇ એલર્ટ પર છે. તેની સાથે સાથે નેવી અને એરએન્ક લેવલના વિમાનો કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છે. આ સિવાય આઇએમબીએલ નજીક માછીમારોને માછીમારી ન કરવા સૂચના અપાઇ છે.

Related posts

જામનગરના વયોવૃદ્ધ મહિલાનું બીમારીમાં સપડાયા પછી મૃત્યુ

Nawanagar Time

મોદીએ ખાતમૂહુર્ત કરેલ જોડિયાના પાણી પ્રોજેકટનું બાળમરણ: વશરામભાઈ

Nawanagar Time

જામનગર જીલ્લામાં યમરાજાનો વિકરાળ પંજો ફરી વળ્યો, અપમૃત્યુના પાંચ બનાવ

Nawanagar Time

Leave a Comment