Nawanagar Time
ગુજરાત જામનગર

કમિશ્નરના નામે 60 હજારનો ‘તોડ’ પ્રકરણમાં વધુ એક સોગંદનામું

a-more-affidavit-in-chapter-60-of-the-break-chapter-of-the-commissioner

દિગ્વિજય પ્લોટમાં દબાણ દૂર કરવા મામલે એસ્ટેટ વિભાગના સુનિલ ભાનુશાળીએ કરેલા ‘તોડ’ બાદ ધાક-ધમકીથી કરાયેલું સમાધાન ભાંગી પડ્યું

જામનગર:-ભ્રષ્ટાચારથી ખદબદતા જામનગર મહાનગર પાલિકાના એસ્ટેટ વિભાગના તોડબાજ કર્મચારી સુનિલ ભાનુશાળી દ્વારા દિગ્વિજય પ્લોટમાં દબાણ હટાવવા  અરજીકર્તા પાસેથી મ્યુનિસિપલ કમિશ્ર્નરના નામે રૂા.60 હજારનો તોડ કરવા પ્રકરણમાં એસીબીમાં ફરિયાદ થયાં બાદ રાતોરાત સમાધાન થયું હતું, પરંતુ આ ચકચારી તોડ પ્રકરણમાં ધાક-ધમકીના જોરે સુનિલ ભાનુશાળીના મળતિયાઓએ કોરા કાગળમાં સહી કરાવી ફરિયાદી ધર્મેન્દ્ર ધીરૂભાઈ ચાંદ્રાને દબાવવા પ્રયાસ કર્યો હોવાનું જીજ્ઞેશ ચાંદ્રાએ સોગંદનામા ઉપર જાહેર કરતાં ખળભળાટ મચી જવા  છે.

આ ચકચારી બનાવની વિગતો જોઈએ તો, જામનગર શહેરના 49-દિગ્વિજય પ્લોટ, કામદાર કલ્યાણ કેન્દ્રની પાછળ રહેતાં ધર્મેન્દ્ર ધીરૂભાઈ ચાંદ્રાએ ગત્ તા.પ ફેબ્રુ. ના રોજ જામનગર મહાનગર પાલિકાના એસ્ટેટ વિભાગના કર્મચારી સુનિલ ભાનુશાળી અને રાજભા દ્વારા પોતે કરેલી દબાણ હટાવવાની અરજીની પતાવટ માટે પહેલાં પ0 હજાર અને બાદમાં રૂા.10 હજાર  કુલ 60 હજાર રૂપિયા મ્યુનિ. કમિશ્ર્નરના નામે પડાવી લીધાં હતાં. જે અંગે ફરિયાદી ધર્મેન્દ્ર ધીરૂભાઈ ચાંદ્રાએ જામનગર મ્યુનિ. કમિશ્ર્નર અને ડાયરેક્ટર એન્ટિ કરપ્શન બ્યૂરો (અમદાવાદ)ને સોગંદનામા સાથે ફરિયાદ કરી હતી.

બીજી તરફ આ સોગંદનામા સાથેની ફરિયાદ બાદ સસ્પેન્ડ થવા ટેવાયેલા તોડબાજ સુનિલ ભાનુશાળીએ શામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવી ધર્મેન્દ્ર ધીરૂભાઈ ચાંદ્રાને  બંધ કરાવી દેવાની ધમકી આપી મળતિયાઓને સાથે રાખી મહાનગર પાલિકાના ઉચ્ચ અધિકારી પાસે લઈ જઈ કોરા કાગળમાં સહીઓ કરાવી લઈ સમાધાન થઈ ગયાંની વાત ઉપજાવી કાઢી હતી. તે મતલબની ફરિયાદ ગઈકાલે જીજ્ઞેશ ધીરૂભાઈ ચાંદ્રાએ સોગંદનામા ઉપર કરતાં સુનિલ ભાનુશાળીનું પાપ ફરી એક વખત છાપરે ચડીને પોકાર્યું છે.

વધુમાં જીજ્ઞેશ  ચાંદ્રાએ જણાવ્યું હતું કે, ધર્મેન્દ્રભાઈની ફરિયાદના આધારે એસ્ટેટ શાખાનો કર્મચારી ફિકસમાં મૂકાયો હતો અને ઉચ્ચ અધિકારીઓ ભાનુશાળીને તકલીફ ન પડે અને ભ્રષ્ટાચાર ઢંકાઈ જાય તે માટે પગલાં લેવાને બદલે બળજબરીથી સહીઓ કરાવી લીધેલી છે અને આ પ્રકરણમાં ગંભીર આક્ષેપો કરી જીજ્ઞેશ ચાંદ્રાએ અંતમાં જણાવ્યું હતું કે, આ તોડ પ્રકરણમાં  અધિકારીઓ પોતાના પરિવારનું કાસળ કાઢી નાખે તેમ છે. જેથી તાત્કાલિક નિવેદન લેવા માંગણી કરી હતી.

હિંમત તો જૂઓ! કમિશ્નરના નામે તોડ!!

સુનિલ ભાનુશાળીના કરતુતોને ઉજાગર કરતી આ ઘટનામાં વધુ એક સોગંદનામું કરનાર જીજ્ઞેશ ચાંદ્રાએ સુનિલ ભાનુશાળી પહેલાં પ0 હજાર રૂપિયા રોકડા લઈ ગયેલ અને 10 હજાર રૂપિયા તેમની ઓફિસે હોવાનું જણાવે છે અને આ નાણાં કોઈ રાજભા ચાવડા મારફતે કમિશ્ર્નર સુધી પહોંચી ગયાંનું ખૂલ્લંખૂલ્લા જણાવે છે. આ સંજોગોમાં જામનગર મહાનગર પાલિકામાં ખૂદ કમિશ્ર્નરના નામે પણ રૂપિયા લેતાં ભ્રષ્ટાચારીઓ ખચકાતાં ન હોવાનું સ્પષ્ટ બન્યું છે.

Related posts

રણજીત સાગર નજીક માતા-પુત્રી અને જમાઈ ડૂબ્યાં

Nawanagar Time

ધ્રોલ સસ્તા અનાજ કૌભાંડની તપાસ જામનગર સુધી લંબાઈ

Nawanagar Time

કલેકટર રવિશંકર રાજ્યના શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારી

Nawanagar Time

Leave a Comment