Nawanagar Time
સ્પોર્ટસ

ભારત V/S ઓસ્ટ્રેલિયા વચ્ચેની શ્રેણીનો નવો ક્રાયક્રમ થયો જાહેર…

a-new-sequel-to-the-series-between-india-and-australia-was-revealed

ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝ જીત્યા પછી ટીમ ઇન્ડિયા સહિત ક્રિકેટપ્રેમીઓની નજર આઇસીસી વર્લ્ડ કપ (ICC World Cup 2019) પર મંડાયેલી છે. આ વર્લ્ડ કપ 30મેથી ઇંગ્લેન્ડમાં શરૂ થવાનો છે. આ પહેલાં ભારત એક ટેસ્ટ મેચ અને કમસે કમ 13 વનડે મેચ રમવામાં આવશે. આમાં સૌથી ખાસ મેચ ફેબ્રુઆરીના અંતમાં રમાવાની છે. જોકે હાલમાં બીસીસીઆઇએ પોતાના કાર્યક્રમમાં બદલાવની જાહેરાત કરી છે.

ભારત આ વર્ષે વિશ્વકપ શરૂ થથા પહેલાં ત્રણ દેશો વિરૂદ્ધ ઓછામાં ઓછી 13 વનડે મેચ રમશે. પહેલાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઓસ્ટ્રેલિયામાં જ ત્રણ વનડે મેચની સિરીઝ રમવામાં આવશે. આ પછી ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર જશે. અહીં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ વનડે મેચ સિરીઝ રમવામાં આવશે. આ પછી ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતના પ્રવાસ પર આવશે. અહીં બંને ટીમો વચ્ચે 5 વનડે મેચ રમવામાં આવશે. હાલમાં આ કાર્યક્રમમાં બદલાવ કરવામાં આવ્યો છે.

ઓસ્ટ્રેલિયાની ભારત નવો કાર્યક્રમ

  • 24 જાન્યુઆરી-પહેલી ટી 20 (બેંગ્લુરુ)
  • 27 ફેબ્રુઆરી – બીજી ટી 20 (વિશાખાપટ્ટનમ)
  • 2 માર્ચ – પહેલી વનડે (હૈદરાબાદ)
  • 5 માર્ચ – બીજી વનડે (નાગપુર)
  • 8 માર્ચ – ત્રીજી વનડે (રાંચી)
  • 10 માર્ચ – ચોથી વનડે (મોહાલી)
  • 13 માર્ચ – પાંચમી વનડે (નવી દિલ્હી)

 

Related posts

સુનીલ શેટ્ટી બન્યો નેશનલ એન્ટી-ડોપિન્ગ એજન્સીનો બ્રાન્ડ એમ્બેસડર

Nawanagar Time

ફંડ એકત્ર કરવા ભારત-પાકિસ્તાન વચ્ચે સીરીઝ રમાડો: અખ્તર

Nawanagar Time

CSK 2021માં ધોનીને રીટેન કરશે

Nawanagar Time

Leave a Comment