Nawanagar Time
ટેક્નોલૉજી દ્વારકા

અજાણ્યા શખસે ફોન-પે એપથી ત્રીસ હજારની ફ્રોડ અંગે પોલીસ ફરિયાદ

દ્વારકા : દ્વારકામાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના ખાતાધારકના ખાતામાંથી અજાણ્યા ઈસમે એક જ દિવસમાં ફોન પે એપથી પાંચ-પાંચ હજારના છ ટ્રાન્જેકશન કરી ત્રીસ હજારનો ફ્રોડ આચરવા અંગે દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ છે.

ટેકનોલોજીના યુગમાં જેમ-જેમ આર્થિક વ્યવહારો કેશલેસ બનતા ગયા છે તેમ-તેમ આર્થિક સાઈબર ફ્રોડના કિસ્સાઓમાં પણ સતત વધારો થતો આવ્યો છે. દ્વારકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પોલીસ ફરિયાદ અનુસાર દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા સંજયકુમાર બી. સાહુ નામના નોકરિયાતના દ્વારકા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ખાતામાંથી ગત 26 મી ડીસેમ્બર 2020ના રોજ કોઈ અજાણ્યા શખસે ફોન પે એપની મદદથી ફરિયાદીના બેંક એકાઉન્ટમાંથી પાંચ-પાંચ હજારના છ ટ્રાન્જેકશનની મદદથી કુલ 30 હજાર રૂપિયા ઉપાડી લીધેલા હતા.

બાદમાં ફરિયાદીને આ અંગે જાણ થતા તેઓએ ઓનલાઈન ચેક કરતા 30 હજાર રૂપિયા ઉપડી ગયાનું જણાતા સ્થાનિય બેંક અધિકારીને આ અંગે જાણ કરતા તેમની સલાહ અનુસાર દ્વારકા પોલીસ સ્ટેશનમાં છેતરપીંડી થવા સબબ ધોરણસરની ફોજદારી ફરિયાદ નોંધાવી હતી. દ્વારકા પોલીસે આઈપીસી કલમ 406, 417, 420, 120(બી) તેમજ સાઈબર ક્રાઈમ મુજબ ફરિયાદ નોંધી હતી. આ અંગે આગળની તપાસ દ્વારકા પોલીસ ચલાવી રહી છે.

Related posts

દ્વારકા મંદિરના મોક્ષદ્વારનો અલભ્ય ફોટો

Nawanagar Time

દ્વારકાના ગઢેચીથી નાગેશ્ર્વર જવાનો માર્ગ બિસ્માર બનતા ખેડૂતો પરેશાન

Nawanagar Time

ઓખાની સગીરા ઉપર દૂષ્કર્મ કેસમાં 10 વર્ષની સજા

Nawanagar Time