Nawanagar Time
જામનગર

દરેડમાં ભંગારના વાડામાં સંતાડેલો ઈંગ્લીશ દારૂ-બિયરનો જથ્થો પકડાયો

જામનગર : જામનગર નજીક દરેડ અને ધ્રોલમાં દારૂ અંગે બે સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે. જામનગર નજીક દરેડમાં એક ભંગારના વાડામાંથી ઈંગ્લીશ દારૂ અને બીયરના ટીન સાથે એક આરોપીની ધરપકડ કરાઈ છે. જ્યારે અન્ય એકને ફરારી જાહેર કરાયો છે. ધ્રોલ તાલુકાના મોટા વાગુદડમાં આવેલી એક વાડીમાંથી બીયરના ટીન સાથે બે શખ્સોને પકડવામાં આવ્યા છે.

દરેડ વિસ્તારમાં આવેલા સુવર્ણભૂમિ નામના એક ભંગાર રાખવાના ગોડાઉનમાં ઈંગ્લીશ દારૂ અને બીયરનો જથ્થો સંતાડવામાં આવ્યો છે તેવી બાતમીના આધારે પંચકોશી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી ગોડાઉનમાં સંતાડવામાં આવેલા 54 નંગ બીયરના ટીન અને દસ નંગ ઈંગ્લીશ દારૂની બાટલીનો જથ્થો કબજે કર્યો છે અને ભંગારના વાડાના સંચાલક નિર્મલ હિરજીભાઈ ડોબરીયાની ધરપકડ કરી લીધી છે. પોલીસની પૂછપરછ દરમિયાન તેને ઉપરોક્ત દારૂ અને બિયરનો જથ્થો જામનગરના હાર્દિક વિજયભાઈ મંગી નામના શખસે સપ્લાય કર્યો હોવાનું ખૂલતા પોલીસે તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

દારૂ અંગેનો બીજો દરોડો ધ્રોલ પંથકમાં પાડવામાં આવ્યો હતો. ધ્રોલ તાલુકાના મોટા વાગુદડ ગામની સીમમાં વાડી ધરાવતા પ્રદિપસિંહ ઉર્ફે પદુ કાકા અનોપસિંહ જાડેજાએ પોતાની વાડીમાં બિયરનો જથ્થો સંતાડેલો છે, તેવી બાતમીના આધારે ધ્રોલ પોલીસે દરોડો પાડતાં મગફળીના ભુક્કા નીચે 24 નંગ બીયરના ટીન સંતાડ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી પોલીસે બિયરનો જથ્થો કબજે કરી લઈ વાડી માલિક પ્રદિપસિંહ જાડેજા તેમજ ઈન્દ્રજીતસિંહ ઉર્ફે ઈન્દુકાકા હરદેવસિંહ જાડેજાની ધરપકડ કરી લઈ વધુ પૂછપરછ હાથ ધરી છે.

Related posts

સગીર સાથે લગ્ન કરનાર કાજલ ન ઘરની, ન ઘાટની!

Nawanagar Time

જામનગરના આંગણે મીરા-શ્યામ સહિત કલાત્મક રંગોળીનું ભારે આકર્ષણ

Nawanagar Time

જામનગર જિલ્લામાં મહિલા સશક્તિકરણ પખવાડિયાની જોરશોરથી ઉજવણી

Nawanagar Time