Nawanagar Time
ગુજરાત જામનગર

શાળાનો આચાર્ય રૂપિયા.19.87 લાખની શિષ્યવૃતિ ચાંઉ કરી ફરાર

a-scholarship-of-rs-19-87-lakhs-was-completed-by-the-scholarship-of-the-school

પડાણા તાલુકા શાળાના આચાર્યએ ભુલકાઓના ગણવેશ અને શાળાની સ્વચ્છતા માટે અપાયેલી રકમની ઉચાપત કરી હોવાની જિલ્લા નાયબ શિક્ષણ અધિકારીની ફરિયાદ

જામનગર:-પડાણા તાલુકા શાળાના આચાર્યએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ હેઠળની શાળાઓમાં ભુલકાઓની શિષ્યવૃતિ તેમજ ગણવેશ માટે આપવામાં આવેલી ગ્રાન્ટમાંથી રૂા.19.87 લાખની ઉચાપત કરી હોવાની ફરિયાદ જિલ્લા નાયબ શિક્ષણ અધિકારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે જિલ્લા પંચાયતના નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારીની ફરિયાદ મુજબ રૂા.19,87,000ની ઉચાપત આચાર્ય એ કર્યા હોવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાવને પગલે જિલ્લાના શિક્ષણ વર્તુળોમાં ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત વિગત મુજબ જામનગર જિલ્લા પંચાયતમાં જિલ્લા નાયબ શિક્ષણ અધિકારી તરીકે ફરજ બજાવતા પી.એમ. પાલાએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ હેઠળની પડાણા તાલુકા શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા વિજયસિંહ સોલંકીએ પડાણા તાલુકા શાળામાં ફરજ દરમિયાન પડાણા તાલુકા શાળા હેઠળ આવતી કુલ 9 પ્રાથમિક શાળાઓને રાજ્ય સરકાર તરફથી વર્ષ 2014થી વર્ષ 2018 સમય દરમિયાન વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ, ગણવેશ તેમજ શાળા સ્વચ્છતા અભિયાન માટે પડાણા તાલુકા શાળાના આચાર્યની જવાબદારી હેઠળ ગ્રાન્ટ ફાળવવામાં આવેલ હતાં. તે પૈકી કુલ રૂા.19,87,000 જે નાણાંકીય રકમની પડાણા તાલુકા શાળાના આચાર્ય આરોપી વિજયસિંહ સોલંકીએ ઉચાપત કરી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતા રાજ્યભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. મેઘપર (પડાણા) પોલીસે આરોપી વિજયસિંહ સોલંકી વિરૂઘ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

રાજયમાં માવઠાના પગલે ડૂંગળી બાદ હવે ટામેટા રડાવશે!

Nawanagar Time

હાલારની આંગણવાડીના 1,13,પ00 બાળકોને એક રૂપિયામાં ફળ કેમ મળે?

Nawanagar Time

મોદી સ્કૂલ મામલે થશે નવો ઘટસ્ફોટ

Nawanagar Time

Leave a Comment