Nawanagar Time
ગુજરાત જામનગર

દ્વારકાના પદયાત્રીઓ માટે રિલાયન્સ દ્વારા સેવા કેમ્પ યોજાયો

a-service-camp-organized-by-the-reliance-for-dwarka-pedestrians

1,00,000 યાત્રાળુઓને મળ્યો લાભ

જામનગર:-જામનગર યાત્રાધામ દ્વારકાના પ્રસિદ્ધ અને પરંપરાગત ફૂલડોલ (હોળીા ઉત્સવ  પદયાત્રા કરી દ્વારકા પહોંચતા પદયાત્રીઓની સુવિધા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા દરવર્ષની જેમ યોજવામાં આવેલા સેવા કેમ્પને પદયાત્રીઓનો સારો પ્રતિસાદ મળ્યો હતો. લગભગ 1,00,000 જેટલા યાત્રાળુઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ પદયાત્રી સેવા કેમ્પનું આયોજન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ 13 માર્ચ થી 17 માર્ચ સુધી કરવામાં  હતું. રિફાઇનરી સંકુલની પાસે રિલાયન્સ ગ્રીન્સ સામેના દ્વારકા હાઇ-વે ઉપર કંપનીની સામાજિક ઉત્તરદાયિત્વ (કોર્પોરેટર સોશ્યલ રિસ્પોન્સિબિલિટિ-સી.એસ.આર) ના ભાગ રૂપે આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં અંદાજીત 300 વ્યકિતઓ માટે રાત્રિ આરામની સુવિધા, મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ, ચા-નાસ્તા અને જમવાની વ્યવસ્થા, શૌચાલયની સુવિધા, તબીબી સુવિધાની વ્યવસ્થા કરવામાં આવી  આ ઉપરાંત ખંભાળિયા અને ભાટીયા વચ્ચે અનય એક મેડિકલ કેમ્પનું આયફોજન રિલાયન્સ કોમ્યુનીટી મેડિકલ સેનટરના સહયોગથી કરવામાં આવ્યું હતું. પદયાત્રીઓ ફિઝીયોથેરાપીની સારવાર પણ આપવામાં આવી હતી.

આ સ્થળે ઉભાં કરવામાં ટેન્ટમાં દ્વારકાધીશના ભકિત-સંગીતની અવિરત સુરાવલીઓ પદયાત્રીઓના ઉત્સાહમાં સતત વધારો કરતી હતી. હાઇ-વે પર અકસ્માત ટાળવા અને પદયાત્રીઓની સલામતી માટે  પદયાત્રીનાં પાછળ અને તેમની લાકડી પર રેડિયમ સ્ટીકર લગાડવામાં આવ્યા હતા. રિલાયન્સના સમાજિક ઉત્તરદાયિત્વ વિભાગના કર્મચારીઓ, ઉપરાંત રિલાયન્સના અધિકારીઓ, કર્મચારીઓ તેમના પરિવારજનો આસપાસનાં ગામોના ગ્રામજનો ઉપરાંત રિલાયન્સ ગ્રીન્સમાં રહેતાં સિનિયર સિટિજનોએ સ્વયં સેવક તરીકે સેવા આપી હતી.

Related posts

અંગદાન કરી અનેકને નવજીવન આપતાં જામનગરના જીજ્ઞેશભાઇ વિરાણી

Nawanagar Time

પોતાનું વાસણ લાવો અને લીટરે રૂા.4 સસ્તું દૂધ લઈ જાવ

Nawanagar Time

કાલાવડ પાલિકામાં ચાલુ ઑફિસે જન્મદિવસની ઉજવણી થતાં વિવાદ

Nawanagar Time

Leave a Comment