Nawanagar Time
ગુજરાત જામનગર

હાલારમાં ત્રણ વર્ષથી એક પણ નાનો ડેમ મંજુર ન થયો

a-small-dam-has-not-been-sanctioned-for-three-years-in-halar

વરસાદની અનિયમીતતા પાણી સંગ્રહથી વધતી જરૂરીયાત છતાંય એ માટે કંઇ આયોજન જ નહીં

જામનગર:-જિલ્લાના નાની સિંચાઇ યોજનાના છેલ્લા ત્રણ વર્ષમાં કેટલા કામો મંજુર થયા તેવો પ્રશ્ર્ન જિલ્લાકક્ષાને ઉઠતાં સિંચાઇ વિભાગે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં એક પણ નાની સિંચાઇ યોજના મંજુર થઇ નથી.

સમગ્ર હાલારમાં છેલ્લે સાની ડેમ બન્યા બાદ દોઢ દાયકાથી વુધ સયમથી કોઇ નવો ડેમ પણ બન્યો નથી, એ તો ગંભીર બાબત છે પરંતુ મઘ્યમ કે નાની સિંચાઇ યોજનાના ડેમ પણ બન્યા નથી બીજી તરફ ઠેર ઠેર પાણીના તળ ચિંતાજનક રીતે ઉંડા ગયા છે કેમ કે ધરતીને વીંધી પાણી ચુસી લેવાયા છે. એક ઉંચુ વરસાદની અનિયમીતતા છે થોડા ઘણા વરસાદનું પાણી ગટરો કેનાલો દરીયામાં વહી જાય છે. વેડફા છે. જળસંચય ન થતા તળ સજીવન થતા નથી પીવાના પાણી માટે સિંચાઇ માટે હાલાકી સર્જાય છે. છતાંય આ દિશામાં તંત્રએ ગંભીરતાથી કંઇ વિચાર્યુ જ નહીં, અને છેલ્લા ઘણા વરસોથી નવી સિંચાઇ યોજનાઓ થઇ ન નથી.

આવા કામો સમયાંતરે હાથ ધરાતા રહેતો રોજગારી મળે, પાણી સંચયથી પર્યાવરણ સંચવાય, નાગરીકો અબોલ જીવો માટે પાણીની વ્યવસ્થા થાય અને જમીન સંરક્ષણ પણ થઇ શકે.

Related posts

જામનગરમાં નવરાત્રિમાં ફિલ્મી ગીતો ન વગાડવા શિવસેના દ્વારા હાકલ

Nawanagar Time

હાર્દિક પટેલ લડશે 2019 ચૂંટણી…

Nawanagar Time

જામનગરમાં કોરોનાનો કહેર યથાવત: દંપત્તિ સહિત ત્રણ મોત

Nawanagar Time

Leave a Comment