Nawanagar Time
ગુજરાત જામનગર

દારૂડિયા પિતા-પુત્રના ત્રાસમાંથી બહેનને મુક્ત કરાવતી ટીમ 181

a-team-that-liberates-a-sister-from-her-fathers-sons-torture-181

માતાના મૃત્યુ બાદ નિ:સહાય બનેલી યુવતીને સગા પિતા અને ભાઇ દ્વારા કરાતી હતી હેરાનગતિ

જામનગર:-પારિવારીક મામલાઓમાં મહિલાની સુરક્ષા માટે પણ અભયમ 181 હેલ્પ લાઇન ખુબ જ મહત્વની સાબીત થઇ હોય તેવા કિસ્સા અવાર-નવાર પ્રકાશમાં આવતા રહે છે. આવો જ એક કિસ્સામાં અભયમ હેલ્પ લાઇનના માઘ્યમથી દારૂડિયા પિતા-પુત્ર દ્વારા અપાતા ત્રાસથી પુત્રીને રક્ષણ મળ્યુ છે.

જામનગરમાં એક યુવતિની તેના પિતા અને ભાઈ દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોય, યુવતિએ ‘અભયમ મહિલા હેલ્પલાઈલ 181ને જાણ કરતાં અભયમ્ 181 ની ટીમ ઘટના સ્થળે પહોંચતા યુવતિએ જણાવ્યું હતું કે, તેણીના પિતા અને ભાઈ અવાર-નવાર દારૂ પી ને માનસિક ત્રાસ આપે છે અને ઘણી વખત મારઝૂડ પણ કરે છે. માતાના મૃત્યુ બાદ યુવતિનો ભાઈ દારૂ પી ને રખડતો હોય છે. આ યુવતિ પોતે અભ્યાસની સાથોસાથ ઘરકામ પણ કરે છે. તેમ છતાં તેણીને હેરાનગતિ સહન કરવી પડતી હોય, યુવતિએ પોતાની સહેલીની સલાહથી અભયમ 181 ની ટીમને ફોન કરીને આપવીતિ કહી સંભળાવી હતી. અભયમની ટીમ યુવતિના પિતા અને ભાઈ બન્નેને સમજાવી, એક-બીજાનું વર્તન સુધારવા માટેની સલાહ આપી હતી અને કાયદાકિય માહિતી પણ આપી હતી. પિતા અને પુત્રએ હવેથી આવું નહીં કરીએ તેવી બાહેંધરી આપી હતી. જેમાં 181ના કાઉન્સેલર દ્વારા 3 દિવસ ફીડબેગ પણ લેવાયો હતો અને યુવતિએ પિતા-ભાઈ હેરાન નહીં કરતાં હોવાનું જણાવ્યું હતું અને બન્નેમાં પરિણર્તન દેખાતું હોવાનું જણાવ્યું હતું. આ સકારાત્મક કાર્યવાહી કાઉન્સેલર સરલાબેન ભોયા, કોન્સ્ટેબલ ગીતાબેન ધારવિયા અને પાયલોટ રાજુભાઈ ગોજિયા દ્વારા કરવામાં આવી હતી.

Related posts

ધો.10ની ઉત્તરવહી ચકાસણી આખરી તબક્કામાં

Nawanagar Time

દર એક મિનિટ ત્રીસ વ્યક્તિની ગામડાંમાંથી શહેર તરફની દોટ, ખાલી થતા ગ્રામ્ય વિસ્તારો

Nawanagar Time

ગુજરાતમાં સાવજોની સંખ્યા 650ને પાર : 127નો વધારો થયો

Nawanagar Time

Leave a Comment