Nawanagar Time
ગુજરાત જામનગર

લોકસભા ચૂંટણીમાં સભા-રેલી સહિતની મંજૂરી માટે એક બારી પદ્ધતિ

a-window-system-for-approval-including-meeting-rally-in-lok-sabha-elections

જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરીમાં તમામ પ્રકારની મંજૂરી અપાશે

જામનગર:-આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-2019 દરમ્યાન ઉમેદવારો/રાજકીય પક્ષોને જાહેરસભા, રેલી, સરઘસ, વાહનો અને લાઉડ સ્પીકરના ઉપયોગ જેવી વિવિધ ચૂંટણીલક્ષી પરવાનગીઓ એક જ સ્થળેથી અને સમયસર મળે તેમજ તે માટે અલગ અલગ  સંપર્ક ન કરવો પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી ખાતે તેમજ દરેક વિધાનસભા મત વિસ્તારના મુખ્ય મથક ખાતે સિંગલ વિન્ડો સીસ્ટમ અમલી બનાવવામાં આવી છે. અધિક મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા આપવામાં આવેલી સૂચનાના પગલે  જામનગર જિલ્લામાં મદદનિશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી ધ્રોલની કચેરીને 12-જામનગર સંસદીય મત વિસ્તારમાં  76-કાલાવડ વિધાનસભા મતદાર વિભાગ નવો વિસ્તાર, મદદનિશ ચૂંટણી અધિકારી અને મદદનિશ કલેકટર (જામનગર ગ્રામ્ય)કચેરીને 12-જામનગર સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ 77-જામનગર ગ્રામ્ય વિધાનસભા મતદાર વિભાગનો સમગ્ર વિસ્તાર , મદદનિશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી જામનગર શહેરની કચેરીને 12-જામનગર સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ 78-જામનગર ઉતર વિધાનસભા મતદાર વિભાગનો સમગ્ર વિસ્તાર, મદદનિશ  અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી જામનગર કચેરીને 12-જામનગર સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ 79-જામનગર દક્ષિણ વિધાનસભા મતદાર વિભાગનો સમગ્ર વિસ્તાર, મદદનિશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી લાલપુરની કચેરીને 12-જામનગર સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ 80-જામજોધપુર  વિધાનસભા મતદાર વિભાગનો સમગ્ર વિસ્તાર, મદદનિશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી ખંભાળીયાની કચેરીને 12-જામનગર સંસદીય મત  સમાવિષ્ટ 81-ખંભાળીયા વિધાનસભા મતદાર વિભાગનો સમગ્ર વિસ્તાર અને મદદનિશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી દ્વારકાની કચેરીને 12-જામનગર સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ 82-જામજોધપુર વિધાનસભા મતદાર વિભાગનો સમગ્ર વિસ્તારનો સમાવેશ કરી સિંગલ વિન્ડો સિસ્ટમ હેઠળ ઉપરોક્ત કચેરીઓના અધિકારીઓ પાસેથી પોતાના લગત વિસ્તાર માટે  પરવાનગી મેળવી શકાશે તેમ ચૂંટણી અધિકારી 12-જામનગર સંસદીય  વિસ્તાર અને કલેકટર જામનગરની એક યાદીમાં જણાવાયું છે.

Related posts

મોદીરાજમાં છેલ્લાં 6 વર્ષમાં 90 લાખ નોકરીઓ ઘટી

Nawanagar Time

ઘોર બેદરકારી: રવેશિયામાં થાંભલે ચઢેલા હેલ્પરનું વીજ આંચકો લાગતાં મોત

Nawanagar Time

જામનગર શહેર-જિલ્લા ભાજપ પ્રમુખ નક્કી કરવા આજે રાજકોટમાં બેઠક

Nawanagar Time

Leave a Comment