Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરની આવી કડકડતી- હાડ થીજવતી ઠંડીમાં થયું એક મહિલાનું મોત…

death-of-bhatvadias-dying-woman-during-treatment

જામનગર:-જામનગરમાં પડતી કડકડતી ઠંડીને કારણે શહેરના ગાંધીનગર રેલવે સ્ટેશનના મેદાનમાં એક મહિલાનું મોત થયું છે.
જામનગરમાં છેલ્લા ત્રણેક દિવસથી હાડ થીજવતી ઠંડી પડી રહી છે. સુસવાટા મારતા ઠંડા પવનોથી તીવ્ર ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. આખો દિવસ ફૂંકાતા ઠંડો પવનો સામે રક્ષણ મેળવવા લોકો સ્વેટર, ટોપી, મફલરમાં લપેટાયેલા જોવા મળે છે. જ્યારે ફૂટપાથ અને ખુલ્લામાં સુતા લોકોની હાલત દયનીય બની ગઇ છે. ખુલ્લામાં સુતા લોકો હાડ થીજવતી ઠંડીથી ઠુંઠવાઇ ગયા છે.
હાડ થીજવતી ઠંડીમાં ગાંધીનગર રેલવે સ્ટેશનના મેદાનમાં ગઇકાલે લીલાબેન ચેતનભાઇ સોલંકી નામની મહિલાનું ઠંડીમાં ઠુંઠવાઇ જતા મોત નિપજ્યું હતું. જે અંગેની જાણ કરીમભાઇ દોશમામદ ખફીએ સીટી બી ડિવિઝનમાં જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

સસ્તા અનાજના વેપારીઓની ભૂખ હડતાલ: પપ00 દુકાન બંધ

Nawanagar Time

‘કહો દિલસે, પૂનમબેન ફીરસે..’: વિજય સંકલ્પ સાથે ઉમેદવારી

Nawanagar Time

700 બેડની હોસ્પિટલને આધુનિક બતાવી દર્દીઓને પહેરાવાતાં ઉલ્ટા ચશ્મા

Nawanagar Time

Leave a Comment