Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર જિલ્લાના 14.67 લાખ લોકો પાસે આધારકાર્ડ

aadhar-card-with-14-67-lakh-people-of-jamnagar-district

લોકોની જાગૃતતાને કારણે 93% નાગરિકો આધાર સાથે જોડાયા: સુધારા-વધારા અને નવા આધારકાર્ડ માટે લોકોને મુશ્કેલી

જામનગર:-સરકારી કોઇપણ ફોર્મ ભરવા હોય પ્રમાણપત્ર મેળવવા હોય કે યોજનાકીય લાભ લેવા માટેનો આધાર એ માત્ર યુઆઇડી કાર્ડ હોઇ છેલ્લા પાંચ વર્ષમાં નાગરિકોની જાગૃતતા વધતા આધારકાર્ડ કઢાવવાની સંખ્યા સડસડાટ વધી છે અને જિલ્લાની વસ્તીના 93 ટકા પાસે આધાર કાર્ડ છે. યુસીડી શાખા મુજબ જિલ્લાની પ્રોજેકટેડ વસ્તી કુલ 14,67,137 છે તેમાંથી 93 ટકા નાગરીકો પાસે આધાર કાર્ડ છે.

હાલ પણ દરરોજ 150 થી 160 નવા આધારકાર્ડ દરરોજ નિકળે છે. આ માટે 16 યુનિટ મંજુર થયેલા છે પરંતુ કોડ નવના જ આવ્યા હોય બાકીના કોડ સાથે શરૂ થઇ જશે. શહેર અને જિલ્લા કક્ષાને મનપા, સુધરાઇ, બેંક, પોસ્ટ ઓફિસ, શાળા, મામલતદાર કચેરી વગેરે સ્થળોએ આધારકાર્ડ કીટની વ્યવસ્થા સાથે ઓપરેટરો ફરજ નિભાવે છે. જેમાં દરરોજ સુધારા વધારાના 50 થી 60 જેટલા કાર્ડની સરેરાશ સંખ્યા હોય છે. બેંકથી માંડી દરેક રોજબરોજના વ્યવહારોએ સરકારી યોજના લાભ જેવા કે આરોગ્ય સેવા સહિત માટે આધારકાર્ડ ફરજીયાત હોઇ નાગરિકો જાગૃત થઇ કાર્ડ કઢાવવા તત્પર છે ત્યારે જિલ્લાભરમાં આ માટેની પૂરતી અને સારી સેવા તંત્રો પુરી પાડે તેની પણ ખુબ જરૂર છે કેમ કે અનિયમીતતાની અનેક ફરીયાદો ઉઠી રહી છે.

Related posts

દુકાનો ઉપર ભીડ ન કરો, સલામત અંદર રાખો: કલેકટર રવિશંકર

Nawanagar Time

પવનના સૂસવાટા વચ્ચે જામનગરમાં 14 ડીગ્રી

Nawanagar Time

મુખ્યમંત્રીના કાર્યક્રમમાં સંખ્યા વધી જતાં અવ્યવસ્થા

Nawanagar Time

Leave a Comment