જામનગર: દેવભુમિ દ્વારકા જિલ્લામાં આગામી ફેબ્રુઆરી માસમાં યોજાનાર સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં ભાજપ, કોંગે્રસ જેવા રાષ્ટ્રીય પક્ષો સાથે આ વખતે આમ આદમી પાર્ટી પણ જોડે ઉતરશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા અધ્યક્ષ આમ આદમી પાર્ટીના કે.જે. ગઢવીએ જણાવ્યું હતું કે, જિલ્લાની તમામ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારો ઉતારશે તથા ભાજપ કોંગ્રેસ ઉપરાંત ત્રીજો વિકલ્પ આપનો મતદારો સમક્ષ મુકશે કે ભાજપ કોંગે્રસની કંટાળ્યા હો તો અમને અજમાવો.
ખંભાળિયા પાલિકામાં 18 ઉમેદવારો નક્કી થઈ ગયા છે અને ત્રણ લીસ્ટ પણ બહાર પડી ગયા છે. ખંભાળિયા પાલિકા સલાયા પેટા ચૂંટણી તથા દ્વારકા જિલ્લા પંચાયત તથા ચારેય તાલુકા પંચાયતો ભાણવડ, ખંભાળિયા, દ્વારકા તથા કલ્યાણપુરમાં પણ આપ પાર્ટી ઉમેદવારો ઉભા રાખીને લડત આપનાર છે. આમ આદમી પાર્ટી પણ આ વખતે ચૂંટણીમાં મેદાને પડતા આ વખતે સ્પર્ધાઓ વધશે તેવું મનાઈ રહ્યું છે.