Nawanagar Time
ગુજરાત જામનગર

કણબી પ્રિમિયર લીગમાં ‘આશિર્વાદ ઇલેવન’ ચેમ્પિયન

aashirvaad-eleven-is-champion-of-kanabi-premier-league

સમસ્ત પટેલ સમાજના યુવાનો માટે આયોજીત નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં 20 ટીમે લીધો ભાગ: ‘નવાનગર ટાઇમ’ દ્વારા વિજેતા ટીમને 51 હજારનો ચેક અર્પણ

જામનગર:-જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સમસ્ત પટેલ સમાજના યુવાનો માટે કણબી પ્રિમિયર લીગ (નવાનગર ટાઇમ કપ-2019)નું  આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગરની આર્શીવાદ કલબ રીસોર્ટ ટીમ વિજેતા બની હતી.

પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી કણબી પ્રિમિયર લીગમાં જામનગર જિલ્લાની કુલ 20 ટીમે ભાગ લીધો હતો. જેમાં ગઇકાલે આ ટૂર્નામેન્ટો ફાઇનલ જામજોધપુર રોયલ અને જામનગરની આર્શીવાદ કલબ રીસોર્ટ ઇલેવન વચ્ચે રમાઇ હતી. આ ટૂર્નામેન્ટમાં આર્શીવાદ ઇલેવન વિજેતા બની હતી. ‘નવાનગર ટાઇમ’ સાંઘ્ય દૈનિક આ ટૂર્નામેન્ટમાં સ્પોન્સર રહ્યું હતું જયારે કેવિયેર તેમજ સાધના ફોરેકસ લિમિટેડ વગેરેનો સહકાર પ્રાપ્ત થયો હતો.

જામનગરમાં બીજીવાર સમસ્ત સમાજના યુવાનો માટે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ 20 ટીમે ભાગ લીધો હતો. વિજેતા ટીમને રૂા.51 હજારનું રોકડ ઇનામ તેમજ ટ્રોફી આપવામાં આવી હતી. જયારે રનર્સઅપને રૂા.21 હજારનું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું.

aashirvaad-eleven-is-champion-of-kanabi-premier-league
aashirvaad-eleven-is-champion-of-kanabi-premier-league

 

aashirvaad-eleven-is-champion-of-kanabi-premier-league
aashirvaad-eleven-is-champion-of-kanabi-premier-league

 

aashirvaad-eleven-is-champion-of-kanabi-premier-league
aashirvaad-eleven-is-champion-of-kanabi-premier-league

 

આ ટૂર્નામેન્ટના ફાઇનલમાં મેયર હસમુખભાઇ જેઠવા, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા, શહેર ભાજપ અઘ્યક્ષ હસમુખભાઇ હિંડોચા, શાસક પક્ષના નેતા દિવ્યેશ અકબરી, સ્ટે.કમીટીના ચેરમેન સુભાષભાઇ જોશી, પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઇ રાબડીયા, સંજયભાઇ ડોબરીયા, ગોપાલભાઇ સોરઠીયા, મિતલભાઇ મોદી સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

ભારતીય બંધારણની જાગૃતિ માટે આજથી જામનગર સહિત રાજ્યભરમાં ઝુંબેશ

Nawanagar Time

પોરબંદરના દરિયામાં દિલધડક ઓપરેશન : 9 ઇરાની ઝડપાયા

Nawanagar Time

હાપા જલારામ મંદિરે રોટલા અન્નકોટ ઉત્સવ યોજાયો

Nawanagar Time

Leave a Comment