Nawanagar Time
નેશનલ

83 ટકા લોકોના મતે ફરી મોદીના નેતૃત્વમાં સરકાર રચાશે

according-to-83-people-the-government-will-again-be-led-by-modi

ટાઇમ્સનો સર્વે: મોદીની લોકપ્રિયતા અકબંધ .

10 ટકા લોકો મંદિરને મુદ્દો ગણે છે : 40.2 ટકા લોકોના મતે નોકરી મોટો મુદ્દો: 59.51 ટકા લોકોને સરકારનું કામ ખૂબ ગમ્યું: 84 ટકા લોકો મોદીને તો 8.33 ટકા લોકો રાહુલને ઙખ તરીકે જોવા માંગે છે

 

નવી દિલ્હી તા. 21:-લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે, ટાઈમ્સ ગ્રુપ  કરાયેલા એક પોલમાં 83 ટકા લોકોએ પીએમ મોદીને પોતાનો ટેકો જાહેર કર્યો છે. આ પોલમાં બે લાખ લોકોએ પોતાનો મત આપ્યો હતો, જેમાંથી 83 ટકા લોકોએ જણાવ્યું હતું કે, 2019ની ચૂંટણી બાદ પીએમ મોદીની આગેવાનીવાળી એનડીએ સરકાર સત્તા પર આવશે.

આ પોલમાં લોકોમાં પીએમ મોદીની લોકપ્રિયતા અકબંધ હોવાનું પણ  આવ્યું હતું. હવે ગમે તે સમયે લોકસભઆ ચૂંટણીની જાહેરાત થઈ શકે છે, ત્યારે 84 ટકા લોકોએ આ ઓનલાઈન પોલમાં ભાગ લેતા જણાવ્યું હતું કે, આજે જો ચૂંટણી થાય તો તેઓ પીએમ તરીકે મોદીને જ પસંદ કરશે.

પીએમ તરીકે રાહુલ ગાંધી લોકોની બીજી પસંદ રહ્યા હતા, પરંતુ તેમને અને મોદીને  વોટ્સમાં અંતર ખૂબ મોટું છે. મોદીને 84 ટકા લોકોએ પીએમ તરીકે પસંદ કર્યા હતા, જયારે રાહુલને 8.33 ટકા લોકોએ પીએમ તરીકે પસંદ કર્યા હતા. ત્યારબાદ 1.44 ટકા વોટ સાથે મમતા બેનર્જી ત્રીજા નંબરે, અને 0.43 ટકા વોટ સાથે માયાવતી ચોથા નંબરે રહ્યાં હતાં, જયારે 5.9 ટકા વોટર્સે પીએમ તરીકે  અન્ય નેતા જ આવશે તેમ જણાવ્યું હતું.

શું રાહુલ ગાંધીની લોકપ્રિયતા 2014ની સરખામણીમાં વધી છે? તે સવાલના જવાબમાં 31 ટકા લોકોએ રાહુલની લોકપ્રિયતા વધી હોવાનું જણાવ્યું હતું, જયારે 63 ટકા લોકોએ તેની વિરુદ્ઘમાં મત આપ્યો હતો. રસપ્રદ વાત એ છે કે, માત્ર 3.47 ટકા વોટર્સે જ લોકસભા ચૂંટણી બાદ  સરકાર સત્તામાં આવશે તેવી શકયતા વ્યકત કરી હતી.

આ પોલ 11 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી દરમિયાન 10 દિવસ માટે ટાઈમ્સ ગ્રુપની 9 ભાષાની વેબસાઈટ્સ સહિત કુલ 13 મીડિયા પ્લેટફોર્મ પર કરવામાં આવ્યો હતો. આ પોલમાં પાંચ લાખથી પણ વધુ લોકોએ પોતાના મત આપ્યા હતા, પરંતુ સેમ્પલિંગમાં કોઈ ખામી ન રહી  તે માટે જે યુઝર્સે રજિસ્ટર થયા બાદ વોટ આપ્યા હતા તેમને જ ગણતરીમાં લેવાયા હતા, અને એક વ્યકિતનો વોટ એક જ વાર કાઉન્ટ કરાયો હતો.

મોદી સરકારના શાસનના પાંચ વર્ષના પર્ફોમન્સ અંગે પૂછાયેલા સવાલમાં 2/3 લોકોએ સરકારનું પર્ફોમન્સ સારું અથવા ઘણું સારું રહ્યું હોવાનું જણાવ્યું હતું. 59.51 ટકા લોકોએ  પર્ફોમન્સ ખૂબ જ સારું રહ્યું હોવાનું કહ્યું હતું, જયારે 22.29 ટકા લોકોએ સરકારના પર્ફોમન્સને સારું ગણાવ્યું હતું. 8.25 ટકા લોકોને મોદી સરકારની કામગીરી એવરેજ, જયારે 9.9 ટકા લોકોને નબળી લાગી હતી.

મોદી સરકારની સૌથી મોટી સિદ્ઘિ અંગેના સવાલમાં 34.39 ટકા લોકોએ ગરીબોને અપાયેલી સગવડતામાં વધારાના ઓપ્શનને વોટ આપ્યો હતો,  જીએસટીના અમલીકરણને 29 ટકા લોકોએ મોદી સરકારની સિદ્ઘિ ગણાવ્યું હતું. મોદી સરકારની સૌથી મોટી નિષ્ફળતાના સવાલમાં 35.72 ટકા લોકોએ રામ મંદિરમાં કોઈ પ્રોગ્રેસ ન થવાના ઓપ્શનને મત આપ્યો હતો, જયારે 29.5 ટકા લોકોએ નોકરીઓનું સર્જન કરવામાં સરકાર નિષ્ફળ રહી હોવાનું જણાવ્યું હતું.

લોકસભા ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો કયો રહેશે  અંગે 40.2 ટકા લોકોએ જણાવ્યું હતું કે, નોકરીઓનો મુદ્દો આ ચૂંટણીમાં છવાયેલો રહેશે, જયારે ખેડૂતોના પ્રશ્નોને 21.8 ટકા લોકોએ મોટો મુદ્દો ગણાવ્યો હતો. રામ મંદિર બનાવવામાં સરકાર નિષ્ફળ રહી હોવાનું ભલે બહુમતિ લોકોએ માન્યું હોય, પરંતુ માત્ર 10 ટકા લોકો માને છે કે લોકસભા ચૂંટણીમાં રામ મંદિર મોટો મુદ્દો

Related posts

મહારાષ્ટ્રમાં સરકાર રચવાની મડાગાંઠ અકબંધ

Nawanagar Time

જનતાની જીત: શહેરી વિસ્તારમાં હેલ્મેટ મુકિત

Nawanagar Time

મેડીકલેમ વીમો બદલવા માટે મેડીકલ ટેસ્ટ કરાવવો જરૂરી નથી

Nawanagar Time

Leave a Comment