Nawanagar Time
ગુજરાત જામનગર

રિલાયન્સ, એસ્સાર અને રેલવે વિરૂદ્ધ CRPC મુજબ ગુન્હો દાખલ કરવા માંગ

according-to-the-crpc-against-reliance-essar-and-railways-the-demand-for-filing-of-crime

કાનાલુસના ગ્રામજનો દ્વારા પ્રદૂષણ મામલે ટાટા, ડીસીસી, થર્મલ પાવર સિક્કા વિરૂદ્ધ પણ કલેકટરને ફરિયાદ

જામનગર:-જામનગર જિલ્લામાં આવેલી જાયન્ટ ઇન્સ્ડટ્રીઝો પ્રદૂષણની ઘોર ખોદી હવા-પાણીને પ્રદૂષીત કરી રહી હોવાનું જગજાહેર છે ત્યારે, આ ઇન્ડસ્ટ્રીઝની નજીક આવેલા કાનાલુસના ગ્રામજનો દ્વારા રિલાયન્સ, એસ્સાર, ટાટા અને ડીસીસી થર્મલ પાવર કંપની દ્વારા ફેલાવાતાં પ્રદૂષણ બાબતે નક્કર પગલાં ભરી સીઆરપીસી કલમ  મુજબ ગુન્હો દાખલ કરવાં જિલ્લા કલેકટરને લેખીત રજૂઆત કરતાં ચકચાર જાગી છે.  પ્રાપ્ત વિગતો મુજબ જામનગર નજીક આવેલ રિલાયન્સ-એસ્સાર ઇન્ડસ્ટ્રીઝ દ્વારા બેફામ પ્રદૂષણ ફેલાવવામાં આવતું હોય આ મામલે કાનાલુસ ગ્રામપંચાયતના લેટરપેડ ઉપર સરપંચ તથા ગામના આગેવાનો દ્વારા ઓકટોબર-2018માં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જામનગર અને પ્રાં અધિકારી લાલપુરને આવેદનપત્ર આપ્યું હતું  કોઇ પગલાં ન લેવાતાં પુન: જીબીસીબીનો સંપર્ક સાંધતા કચેરી દ્વારા બે પત્રો પાઠવવામાં આવ્યા હતાં જેમાં કાનાલુસ ગામે ઓખા-જામનગર રેલવે લાઇન પસાર થતી હોય અહીંથી પસાર થતા માલવાહક વેગનોમાં ભરેલી કોલસી પવનના કારણે પ્રદૂષણ ફેલાવતી હોવાનું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આશ્ર્ચર્યજનક રીતે આ કાગળમાં રિલાયન્સ દ્વારા પ્રદૂષણ થતું  હોવાનો લૂલો બચાવ કરવામાં આવ્યો હતો. આ સંજોગોમાં ગ્રામજનો દ્વારા શિયાળા અને ઉનાળામાં પવનના કારણે કોલસાની ભૂક્કી ચોતરફ ઉડતી હોય ઉપરાંત ઉપરોકત કંપનીઓની ચિમનીવાટે પણ ગંભીર ગેસ ગળતર અને ધૂમાડા તેમજ દુર્ગંધ આવતી હોય સાથે-સાથે વિશાળ કોલસાના ઢગલાને કારણે કાનાલુસ અને આસપાસના ગ્રામજનોને પ્રદૂષણનો સામનો કરવો પડતો હોવાનું જણાવ્યું

આ ઉપરાંત ચોમાસા દરમિયાન આ કોલસી પાણીમાં ભળી નજીકના સરકારી ચેકડેમો, નદી-નાળાંઓને પ્રદૂષીત કરવાની સાથે-સાથે પન્ના નદીમાં વહી પન્ના ડેમના પાણીને પણ પ્રદૂષીત કરે છે. હવા અને પાણીમાં ભયંકર રીતે પ્રદૂષણ ફેલાવતી હોય ઉપરોકત તમામ કંપનીઓ સામે સીઆરપીસીની કલમ 133 મુજબ પગલાં ભરવા જયસુખભાઇ રાણાભાઇ ચોપડા, ભુપતસિંહ ઝવેરસંગ ચૌહાણ,  ઝવેરસંગ ચૌહાણ, રણજીતસિંહ કેશવજી સીસોદિયા અને અમરસંગ ભીમસંગ વાળા (રહે. તમામ કાનાલુસ) વાળાઓએ જિલ્લા કલેકટર સમક્ષ માંગ ઉઠાવી છે.

કાનાલુસના સરપંચ ગ્રીન ટ્રીબ્યુનલ કરતાં પણ વધુ જ્ઞાની

કાનાલુસ ગામની આજુબાજુ રિલાયન્સ સહિતની મહાકાય કંપનીઓ દ્વારા સરેઆમ પ્રદૂષણ ફેલાવાતું હોવા છતાં પ્રજાને ઉલ્ટા ચશ્મા પહેરાવવા કાનાલુસના સરપંચ કારાભાઇ ગોરાભાઇ પરમારે તમામ કંપનીઓને ક્લિનચીટ આપી માત્રને માત્ર રેલવેના વેગેનો પસાર થતા હોય કોલસી ઉડતી હોવાનું ગતકડું વહેતું કરી જિલ્લા કલેકટરને પત્ર પાઠવી  કશું વાંધાજનક ન હોવાનો રિપોર્ટ આપ્યો છે. આ રિપોર્ટ જોતાં કાનાલુસના સરપંચ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ  પણ વધુ જ્ઞાની હોવાનું જણાઇ રહ્યું છે.

Related posts

ઈ-વે બિલ: બે પેઢીને 3.51 લાખનો દંડ

Nawanagar Time

કોર્પોરેશનનો ડિજિટલ અભિગમ, phonepay અને paytmની સ્વીકારશે નાણા

Nawanagar Time

પરીક્ષા મા થતી ચોરી ઓ ને અટકાવા નવો નિયમ, હવે બોર્ડની પરીક્ષામાં ચોરી-ચપાટી પકડાય તો શિક્ષકની હકાલપટ્ટી..

Nawanagar Time

Leave a Comment