Nawanagar Time
નેશનલ

‘અમે રાજકીય વિરોધીઓને દેશદ્રોહી નથી કહ્યાં’: અડવાણીએ મૌન તોડ્યું

advani-broke-the-silence-we-have-not-told-political-opponents-to-be-traitors

ટિકિટ કપાયા બાદ ભાજપના વરિષ્ઠ નેતાએ પોતાના બ્લોગ પર ગાંધીનગરની જનતાનો આભાર માન્યો

નવીદિલ્હી:-ગાંધીનગર લોકસભા બેઠક પરથી પત્તું કપાયા બાદ અડવાણી નારાજ હોવાની અટકળો વચ્ચે ભાજપના વરિષ્ઠ નેતાએ આખરે મૌન તોડ્યું છે. ગુરુવારે પોતાના બ્લોગ પર  ગાંધીનગરની જનતાનો આભાર માન્યો છે. 6 એપ્રિલે આવી રહેલા ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે તેમણે પોતાના બ્લોગમાં લખ્યું છે કે, ’અમે કદી અમારા રાજકીય વિરોધીઓને દેશદ્રોહી નથી ગણાવ્યા. એ અમારા માટે ફક્ત વૈચારિક વિરોધી હતા’ આ સાથે તેમણે ગાંધીનગર મતવિસ્તારના મતદારોનો આભાર માનતાં તેમનાં પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે.

અડવાણીએ  બ્લોગ પર લખ્યું છે કે, ’1991થી કુલ 6 વખત ગાંધીનગરના મતદારોએ મારામાં વિશ્વાસ મૂકીને મને લોકસભામાં મોકલ્યો છે. તેમના પ્રેમ અને સમર્થનથી હું અભિભૂત છું.’ અડવાણીના બ્લોગ વિશે વડાપ્રધાન મોદીએ પ્રતિક્રિયા આપતાં ટ્વિટ કર્યું હતું કે ’અડવાણીજીએ પક્ષને મજબૂત બનાવ્યો તે ગર્વની બાબત છે. તેમણે ભાજપની સાચી ઓળખ વ્યક્ત  છે.’

સાત દાયકાની પોતાની રાજકીય સફરનું સ્મરણ કરતાં તેમણે લખ્યું છે કે, ’14 વર્ષની વયે હું રા.સ્વ.સંઘ સાથે જોડાયો ત્યારથી પક્ષ અને તેની વિચારધારા મારા જીવનના અભિન્ન હિસ્સો બની રહ્યા છે. આરંભે જનસંઘ અને પછી ભાજપ બંનેનો હું સ્થાપક સભ્ય રહ્યો છું અને એ દરમિયાન દિનદયાળ ઉપાધ્યાય, અટલ બિહારી  જેવા મહાન પ્રેરણાદાયક નેતાઓ સાથે કામ કરવાની તક મળી તેને હું મારું સૌભાગ્ય સમજું છું.’

અડવાણીએ ઉમેર્યું છે કે, ’રાષ્ટ્રવાદના ભાજપના સિદ્ધાંત મુજબ અમે રાજકીય વિરોધીઓને કદી દેશદ્રોહી નથી કહ્યાં. પક્ષ હંમેશા અંગત અને રાજકીય સ્તર પર પ્રત્યેક નાગરિકના વૈચારિક સ્વાતંત્ર્યનો હિમાયતી રહ્યો છે. પક્ષમાં આંતરિક અને બાહ્ય બંને  લોકતાંત્રિક પરંપરાનું સન્માન જાળવવામાં આવે છે.

Related posts

કોરોનાને પગલે મક્કા-મદીના યાત્રા ઉપર રોક

Nawanagar Time

131 કરોડના ખર્ચે દિલ્હીમાં તૈયાર થયેલા ગુજરાત ભવનનું મોદી કરશે ઉદ્ઘાટન

Nawanagar Time

નોરાના ‘ગરમી’ સોન્ગ ટીઝરે મચાવી ધમાલ

Nawanagar Time

Leave a Comment