Nawanagar Time
ગુજરાત જામનગર

સીસી ટીવી લગાવ્યા પહેલાં જ જાહેરાતના બોર્ડ લાગ્યા!

advertise-the-board-before-installing-cc-tv

મંજૂરી વગર લાગાવાયેલા જાહેરખબરોના માલિકો સામે પગલાં લેવાશે કે કોર્પોરેશન માત્ર બોર્ડ ઊતારી માનશે સંતોષ??

ખંભાળિયા:-જામનગર શહેરમાં પોલીસ વિભાગ દ્વારા જુદા-જુદા સ્થળોએ સીસી ટીવી કેમેરા માટે પોલ નાખવામાં આવ્યા છે. આ પોલમાં હજુ તો સીસી ટીવી કેમેરા  નથી ત્યાં તો જાહેરખબરોના બોર્ડ લાગી ગયા છે. કોર્પોરેશનની મંજૂરી વગર આ બોર્ડ લગાવનારાઓ સામે પગલા લેવાશે કે માત્ર બોર્ડ દૂર કરવામાં આવશે? તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

જામનગરમાં ગૂનેગારો ઉપર બાજ નજર રાખવા પોલીસ વિભાગ દ્વારા શહેરના વિવિધ સ્થળોએ સીસી ટીવી કેમેરા લગાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે.  ખરા ગુન્હાઓનો ભેદ ત્રીજી આંખ એટલે કે સીસી ટીવી કેમેરાથી ઉકેલવામાં આવતા હોય પોલીસ દ્વારા શહેરના જાહેર અને ભરચક્ક વિસ્તારોમાં સીસી ટીવી માટે પોલ નાંખવામાં આવ્યા છે.

હજુ તો સીસી ટીવી માટે પોલ ઉભા કરવામાં આવ્યા છે ત્યાં તો કેટલીક પાર્ટીઓ દ્વારા આ પોલ ઉપર જાહેર ખબરોના બોર્ડ લગાવી  આવ્યા છે. જાણવા મળતી વિગતો મુજબ સીસી ટીવી માટે નાખવામાં આવેલા પોલમાં જાહેર ખબરના બોર્ડ લગાવવા મહાનગર પાલીકાના એસ્ટેટ વિભાગની મંજૂરી પણ લેવામાં આવી નથી.

શહેરમાં અગાઉ અનેક વખત આવી રીતે જાહેરખબરના બોર્ડ જે-તે પાર્ટીઓ દ્વારા લગાવી દેવામાં આવ્યા હતા તેમાં પણ કોર્પોરેશનની મંજુરી લેવામાં આવી ન હતી અને  ફરિયાદો થતાં એસ્ટેટ શાખા દ્વારા માત્ર આવા બોર્ડ અને હોર્ડિગ્સો ઉતારી લેવામાં આવ્યા હતાં પરંતુ કોઇ દંડનીય કાર્યવાહી કરવામાં આવી ન હતી.

આવા ગેરકાયદેસર અને મંજુરી વગર જાહેર ખબરોના બોર્ડ લગાવનારાઓ સામે પગલા લેવામાં મહાનગર પાલિકાને કોની લાજ નડે છે? તેવી પણ શહેરીજનોમાં ચર્ચા થઇ રહી છે. ત્યારે પોલીસ  દ્વારા શહેરમાં ઉભા કરવામાં આવેલા સીસી ટીવી કેમેરાના પોલ ઉપર જાહેર ખબરોના બોર્ડ લગાવનારાઓ સામે કોઇ પગલા લેવાશે કે માત્ર બોર્ડ જ ઉતારી મહાનગર પાલિકા સંતોષ માની લેશે તે તો જોવુ જ રહ્યું.

Related posts

પેઢીના મેતાજીએ પોલીસ પુત્રની મદદથી લૂંટને આપ્યો અંજામ

Nawanagar Time

ડરો-ના જામનગરમાં માસ્ક-સૅનેટાઈઝરના કાળા બજાર કરનારની ખૈર નથી: કલેકટર

Nawanagar Time

પેટ્રોલ-ડિઝલ ઉપર આકરા કરવેરાના બોજથી ગુજરાત સરકારને દૈનિક 38 કરોડની આવક

Nawanagar Time

Leave a Comment