Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં ટાઢોડું યથાવત: આજે પણ તાપમાનનો પારો 10 ડીગ્રી રહ્યો

there-will-still-be-two-days-in-the-state-the-bone-free-cold-11-degrees-in-jamnagar

જામનગર
જામનગરમાં ઠંડીએ ઘણા લાંબા સમયથી મુકામ કર્યો છે આગામી સમયમાં જામનગરમાં ઠંડીનું પ્રમાણ વધવાની શકયતા હવામાન ખાતાએ જણાવી છે, ઠંડીને કારણે શહેરમાં ઠેર ઠેર તાપણાઓ લોકોએ કર્યા હતાં, તો ગરમ વસ્ત્રો, ગરમ પીણાનો સહારો ઠંડીથી બચવા લોકોએ લીધો હતો.

જામનગરમાં ક્ધટ્રોલ કચેરીના જણાવ્યા અનુસાર આજનું લઘુતમ તાપમાન 10 ડીગ્રી, મહતમ તાપમાન 25 ડીગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 67 ટકા, પવનની ગતિ પ્રતિ કલાક 15થી 20 કીમી રહેવા પામી છે.

અત્રે નોંધનીય છે કે છેલ્લા 3 દિવસથી તાપમાનનો પારો 9થી 10 ડીગ્રી રહે છે, ઉપરાંત હવામાં ભેજનું પ્રમાણ વધુ પડતું હોવાથી તેમજ હિમાલય તરફથી આવતાં બરર્ફીલા પવનને કારણે જામનગરમાં પવનની ગતિમાં નોંધપાત્ર વધારો અનુભવાયો છે.

Related posts

હાપા યાર્ડમાં ચંદ્રેશ પટેલ હાર્યા બાદ જીત્યા: 18 મી એ સુનાવણી

Nawanagar Time

કલેકટરની મંજૂરી વગર ફૂડ પેકેટ વિતરણની મનાઈ: ગુન્હો નોંધાશે

Nawanagar Time

ભાજપના કાર્યકરો સાથે પીએમ મોદીનો મહાસંવાદ

Nawanagar Time

Leave a Comment