Nawanagar Time
નેશનલ બિઝનેસ

2018 બાદ હવે 2019માં નવા વર્ષના બીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ માં શું ફેરફાર થયો,જાણો આજના ભાવ…

after-2018-what-has-changed-in-the-price-of-petrol-and-diesel-on-the-second-day-of-the-new-year-in-2019-know-todays-prices

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાની અસરના લીધે આમ થઇ રહ્યું છે. બુધવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર થયો ન હતો. રાજધાની દિલ્હીમાં આજે એક લીટર પેટ્રોલ ખરીદવા માટે 68.65 રૂપિયા ખર્ચ કરવા પડશે. ડીઝલ માટે 62.66 રૂપિયા ચૂકવવા પડશે. તમને જણાવી દઇએ કે ગત એક મહિના દરમિયાન ક્રૂડ ઓઇલ 40 ટકાથી વધુ સસ્તું થઇ ગયું છે.

દિલ્હી માં પેટ્રોલ અને ડિઝલનો પ્રતિ લિટર ભાવ:-

  • પેટ્રોલ: 65 પ્રતિ લીટર
  • ડીઝલ: 66 પ્રતિ લીટર

મુંબઇ માં પેટ્રોલ અને ડિઝલનો પ્રતિ લિટર ભાવ:-

  • પેટ્રોલ: 30 પ્રતિ લીટર
  • ડીઝલ: 56 પ્રતિ લીટર

એક લીટર પેટ્રોલમાં 50 ટકા ટેક્સ
શું તમને ખબર છે કે એક લીટર પેટ્રોલ ખરીદતી વખતે તમે જેટલી કિંમત પેટ્રોલની ચૂકવો છો એટલો જ તમે ટેક્સના રૂપમાં ચૂકવો છે. એટલા માટે પેટ્રોલ આટલું મોંઘુ હોય છે. લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતાં રાજ્યકક્ષાના નાણા મંત્રી શિવ પ્રતાપ શુક્લાએ જણાવ્યું હતું કે એક લીટર પેટ્રોલ પર ટેક્સ અને ડીલરનું કમિશન ઉમેરીએ તો 96.9 પૈસા થાય છે. જ્યારે પેટ્રોલની સાચી કિંમત ફક્ત 34 રૂપિયા પ્રતિ લીટર છે.

કેવી રીતે જાણશો પોતાના શહેરમાં પેટ્રોલ ડીઝલનો ભાવ?
તમારા શહેરમાં દરરોજ પેટ્રોલ અને ડીઝલનો ભાવ જાણવો ખૂબ સરળ છે. તમે તમારા મોબાઇલ ફોનમાં ઇન્ડિયન ઓઇલ એટલે કે IOCL app ડાઉનલોડ કરી શકો છો, જેના પર રોજ તાજા ભાવ અપડેટ થાય છે. આ ઉપરાંત કસ્ટમર કેર મોબાઇલ નંબર દ્વારા  “પેટ્રોલ પંપના RSP Dealer Code” લખીને તેને 92249 92249 પર SMS કરી શકો છો. તેના જવાબમાં તમને તે પેટ્રોલ પંપર પેટ્રોલ-ડીઝલના ભાવ ખબર પડી જશે.

તમે પણ ચેક કરી શકો છો તમારા શહેરમાં શું છે ભાવ
તમે પણ તમારા શહેરના પેટ્રોલ-ડીઝલના ભાવ જાણવા માટે iocl.com પર જોઇ શકો છો. અહીં બધા શહેરોના કેટલાક કોડ આપવામાં આવ્યા છે 9224992249 પર મેસેજ કરી શહેરની કિંમત ફોન પર જાણી શકો છો.

 

Related posts

દેશભરમાં 70માં ગણતંત્ર દિવસની આન-બાન-શાન સાથે ઉજવણી

Nawanagar Time

શેરબજાર ખૂલતાની સાથે જ સેન્સેક્સમાં 400નું ગાબડું….

Nawanagar Time

ચીન પરની નિર્ભરતા ઓછી કરવા નાગરિકોએ આગળ આવવું પડશે

Nawanagar Time

Leave a Comment