Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં ઝૂપડાં હટાવ્યા બાદ બેઘર બની રઝળી રહેલાં ગરીબો

after-being-removed-from-jamnagar-poor-people-living-in-homelessness

દબાણો હટાવી સરકારી જમીન ખૂલ્લી કરાવવા જેટલી જ મહત્વની કામગીરી છે ગરીબોને વૈકલ્પિક વ્યવસ્થા આપવી

જામનગર:-જામનગર શહેરમાં થોડો સમય પહેલા બેડેશ્ર્વરના રેલવે ઓવર  નીચે મહાનગરપાલિકાની જગ્યામાં ઉભા કરાયેલા દબાણો દૂર કરીને બે ડઝનથી વધુ પાકા રહેણાંક મકાનો તોડી પાડવામાં આવ્યા હતાં અને જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી જે નિરાધાર બનેલા લોકો માટે જામનગર મહાનગરપાલિકા ઘરની વ્યવસ્થા કરી આપે તે માટે ભાજપના જ મહિલા નગરસેવિકા રચનાબેન નંદાણિયા દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરાયું હતું.  જામનગર આવેલા વડાપ્રધાન સમક્ષ આ મામલે રજૂઆત કરવાની પણ તૈયારી બતાવાઇ હતી જે નિરાધાર થેલા રહેવાસીઓને હજૂ સુધી કોઇ આશરો મળ્યો છે.  આ ઉપરાંત જામનગરના પ્રદર્શન મેદાનની આસપાસના વિસ્તારમાં એસટી નજીકના તળાવના ભાગમાં તથા સાત રસ્તા આસપાસના વિસ્તારમાં ઝુંપડા ઉભા હતાં તે ઝુંપડાઓ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનના પગલે 70થી 80 ઝુંપડાઓ કે જે સરકારી જગ્યામાં ખડકી દેવાયા હતાં તેને દૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જૂના રેલવે સ્ટેશન પાસે રેલ્વેની જગ્યામાં 30થી ઝુંપડા ખડકી દેવાયા હતાં જેને પણ ગઇકાલે આર.પી.એફ. દ્વારા દૂર કરવામાં આવ્યા હતાં. સરકારી જગ્યામાં ગેરકાયદે દબાણો હોય તે દૂર  જરૂરી જ હોય છે અને જાહેર જનતાના ઉપયોગ માટે લેવાનારી જમીન પર આવા દબાણો દૂર કરવા એ સારી બાબત છે પરંતુ જ લોકો નિરાધાર બન્યા છે. તેઓનું શું એ પણ એક યક્ષ પ્રશ્ર્ન છે.

Related posts

જામનગર મહાનગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન

Nawanagar Time

જિલ્લામાં 315ની ઘટ સામે 139 પ્રવાસી શિક્ષકોની ભરતીની મંજૂરી

Nawanagar Time

જીજીમાં ફિઝીયોથૅરાપી માટે સ્માર્ટ ફોન ફરજિયાત: વિવાદિત ફતવો

Nawanagar Time

Leave a Comment