Nawanagar Time
ટેક્નોલૉજી

ગૂગલ પ્લસ અને એલો બાદ કંપનીએ યૂઆરએલ શોર્ટનર પણ બંધ કરશે

after-google-plus-and-elo-the-company-will-also-close-the-url-shortener

યૂઝર કોઇ પણ મોટી લિંકને યૂઆરએલ શોર્ટનરની મદદથી સરળતાથી લિંકને નાની બનાવી શકે છે

કંપનીએ જી-મેઇલનું ઇનબોક્સ અપ 2 એપ્રિલ એટલે કે આજથી બંધ કર્યું.

ગૂગલે 30 માર્ચથી પોતાની યૂઆરએલ શોર્ટનર સર્વિસને બંધ કરી દીધી છે. તેને બંધ કરવાની ચર્ચા ગયા વર્ષથી થતી હતી. યૂઆરએલ શોર્ટનર ટૂલ 2009માં શરુ કરવામાં આવ્યું હતું. યૂઝર કોઇ પણ મોટી લિંકને યૂઆરએલ શોર્ટનરની મદદથી સરળતાથી લિંકને નાની બનાવી શકે છે.

યૂઆરએલ શોર્ટનર બંધ કરવાનો નિર્ણય

  • યૂઆરએલ શોર્ટનરના ઘટતા જતા ઉપયોગના કારણે મેં 2018માં યૂઝર્સની સુવિધા આપવાનું બંધ કર્યું હતું. હવે દરેક યૂઝર્સ માટે આ સુવિધા કંપનીએ બંધ
  • કરવાનું નક્કી કર્યું છે. સર્વિસ બંધ કર્યા બાદ ગૂગલ પોતાના યૂઝર્સને એફડીએલ અને બિટ્લી જેવી લિંક શોર્ટનર ટૂલને ઉપયોગ કરવાની સલાહ આપી હતી.

જીમેઇલનું ઇનબોક્સ એપ પણ બંધ થશે

  • તાજતરમાં જ કંપનીએ ઇ-મેઇલ અપ ઇનબોક્સને બંધ કરવાની ઘોષણ કરી હતી. કંપનીએ જણાવ્યું કે જી-મેઇલનું ઇનબોક્સ અપ 2 એપ્રિલ એટલે કે આજથી
  • બંધ કર્યું છે. યૂઝર્સને નોર્ટિફિકેશન મોકલીને આ વિશે જાણકારી આપવામાં આવી છે. કંપનીએ યૂઝર્સે પોતાની જાણકારીની સાથે જી-મેઇલ એપને ખોલવાના
  • શોર્ટકટ પણ જણાવ્યા છે. કંપનીએ જણાવ્યું કે, આવનારા સમયમાં ઇનબોક્સ એપના અમુક ખાસ ફીચર્સ જી-મેઇલ એપમાં જોડવામાં આવશે.

સ્પ્રિંગ ક્લીનઅપના કારણે બંધ કરવામાં આવે છે આ પ્રોડક્ટ્સ

  • આ વર્ષે ગૂગલે પોતાના બે અન્ય પ્રોડક્ટ્સને બંધ કરવામાં આવી છે. કંપનીએ પોતાના મેસેન્જિંગ એપ ગૂગલ એલો અને સોશિયલ નેટવર્ક સર્વિસ ગૂગલ પ્લસને પણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
  • .કંપનીનું કહેવું છે કે આ દરેક પ્રોડક્ટ્સ સ્પ્રિંગ ક્લીનઅપ અંતર્ગત બંધ કરી છે.

Related posts

ચેતજો, મોબાઈલથી ફેલાઈ રહી છે આ બિમારી

Nawanagar Time

1લી ફેબ્રુ.થી ડીટીએચ-કેબલ ઓપરેટરોની મનમાની બંધ

Nawanagar Time

Flipkart સેલમાં આ ટીવી પર મળી રહ્યું છે 10 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ

Nawanagar Time

Leave a Comment