Nawanagar Time
ગુજરાત

મંત્રીમંડળમાં સમાવેશ થયા પછી હકુભા જાડેજાની ખંભાળિયાના રાજપૂત ગામોની મુલાકાત

after-joining-the-cabinet-visiting-rajput-villages-of-kakbhalaya-of-hakkutha-jadeja

ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામના વતની તથા જામનગરના ધારાસભ્ય હકુભા જાડેજાએ ખંભાળિયા તાલુકાના રાજપૂત ગામોની મુલાકાત લીધી હતી જ્યાં ઠેર ઠેર તેમનું ભવ્ય સ્વાગત તથા સન્માન થયું હતું. હકુભા  તેમના ટેકેદારો સાથે ખંભાળિયા તાલુકાના ઉગમણા બારા, આથમણાબારા, કોઠા વિસોત્રી, હરિયા વચલાબારા, દખણાદાબારા વિ. ગામોની મુલાકાત લીધી હતી. રાજપૂત ગામોમાં પૂર્વ તા.પં. ખંભાળિયા પ્રમુખ વીરેન્દ્રસિંહ જાડેજા, ભીખુભા ગોપાલજી જાડેજા તથા ચારેય બારા ગ્રામ પંચાયતના સરપંચો, ગોઇંજ તથા સીમાણી કાલાવડ ગામોના સરપંચો, ગ્રામ પંચાયત સદસ્યો તથા આગેવાનો દ્વારા તેમનું સ્વાગત  સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્ય મંત્રી હકુભા જાડેજાએ ખંભાળિયા વિસ્તારના પ્રશ્ર્નોના ઉકેલ માટે તથા વિકાસ કાર્યો કરવાની ખાતરી આપી સન્માનનો પ્રત્યુતર આપ્યો હતો.

Related posts

જામનગર પશ્ર્ચિમ ગુજરાત વીજ કંપની લી. ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત શપથ કાર્યક્રમ

Nawanagar Time

જામ્યુકોની ફુડ-આરોગ્ય શાખાની તપાસમા પોલંપોલ

Nawanagar Time

માતાને મળવાની ના પાડતા પરિણીતાએ કૂવો પૂર્યો

Nawanagar Time

Leave a Comment