Nawanagar Time
ગુજરાત

આઈબીના એલર્ટ બાદ ઓખાના દરિયાકાંઠે સંગીન સુરક્ષા

after-the-ibs-instruction-the-classic-security-at-okhana-coast

ઓખા મરીન પોલીસ દ્વારા રાઉન્ડ ધિ કલોક પેટ્રોલિંગ: માછીમારોની બોટોનું સઘન ચેકિંગ

દ્વારકા:-જમ્મુ-કાશ્મીરમાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલા બાદ આઈબીએ  સમગ્ર  અને ગુજરાતમાં ફરી મોટા હુમલાની દહેશત વ્યક્ત કરતાં ઓખાના દરિયાકાંઠે સુરક્ષા વ્યવસ્થા સંગીન બનાવવામાં આવી છે અને ત્રણ સ્પીડ બોટ દ્વારા રાઉન્ડ ધિ કલોક પેટ્રોલિંગ શરૂ કરાયું છે.

ઓખાથી પાકિસ્તાનની સરહદ માત્ર 85 નોટિકલ માઈલ જેટલી જ થતી હોવા ઉપરાંત વારંવાર માછીમારોના સ્વાંગમાં દરિયાઈ માર્ગે ઘૂષણખોરી થતી હોય છે  કોઈ માછીમારના સ્વાંગમાં ગુજરાતમાં ઘૂસી ન જાય તે માટે ઓખા મરીન પોલીસ દ્વારા સતત રાઉન્ડ ધિ કાલોક ઓખાના દરિયામાં પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. વધુમાં ઓખા મરીન પોલીસ દ્વારા માછીમારોની બોટોનું પણ સઘન ચેકીગ કરવામાં આવી રહ્યું છે ઉપરાંત નજીકના નિર્જન ટાપુઓ અને ઓખા બંદર પર ચેકપોસ્ટ ઉપર હાલ  સુરક્ષા કરવામાં આવી રહી છે . ઓખા મરીન પોલીસની ત્રણ ઈન્ટરસેપ્ટર બોટો દ્વારા હથિયાર ધારી પોલીસ અને કમાન્ડો દ્વારા  પાકિસ્તાનના નાપાક ઈરાદાઓ સફળ ન થવાની નેમ સાથે કોસ્ટગાર્ડ, નેવી સાથે દરિયામાં ઓખા મરીન દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે.

after-the-ibs-instruction-the-classic-security-at-okhana-coast
after-the-ibs-instruction-the-classic-security-at-okhana-coast
after-the-ibs-instruction-the-classic-security-at-okhana-coast
after-the-ibs-instruction-the-classic-security-at-okhana-coast
after-the-ibs-instruction-the-classic-security-at-okhana-coast
after-the-ibs-instruction-the-classic-security-at-okhana-coast

Related posts

ખંભાળિયામાં કરાર આધારીત કર્મચારીઓની હડતાળ સમેટાઇ

Nawanagar Time

GST મુદ્દે આરોપીઓને જામીન મુક્ત કરતી કોર્ટ…

Nawanagar Time

નોટબંધીમાં બેંક ખાતામાં પૈસા જમા કરાવવા એ ભ્રષ્ટાચાર નથી: હાઈકોર્ટ

Nawanagar Time

Leave a Comment