Nawanagar Time
ટેક્નોલૉજી

ફરી બાળકોને શિકાર બનાવી રહી છે Momo Challenge, ઓર્ડર માનવા માટે કરે છે મજબૂર

again-momo-challenge-is-hunting-the-children-again-forcing-them-to-believe-in-order

દુનિયાભરમાં અનેક લોકોને મોમો ચેલેન્જના ભોગ બન્યા છે. પહેલા જ્યાં આ ખતરનાક ચેલેન્જ ફેસબુક અને વૉટ્સએપ જેવા પ્લેટફોર્મ્સથી બાળકોને તેમનો શિકાર બનાવતી હતી, હવે માહિતી મળી છે કે યુટુ્યુબ વીડિયોના મધ્યથી મોમો ગર્લનો પોપ-અપ નજર આવી રહ્યો છે. અનેક યૂઝર્સે આ આત્મઘાતી ગેમને લઇને ફરિયાદ કરી છે, જેમા મોમો ચેલેન્જની નાની ક્લિપ્સ YouTube વીડિયોઝ પર અને ખાસ કરીને બાળકોને મનપસંદ YouTube કિડ્સ પ્લેટફોર્મ પર જોવા મળી રહી છે.

આ દરમિયાન યુકેમાં ચૈલ્ટેનહામ શહેરથી એક મોમો ચેલેન્જનો મામલો સામે આવ્યો છે. જ્યા પાંચ વર્ષનાં બાળકો યુટ્યૂબ પર મોમો ચેલેન્જનો વીડિયો જોયા પછી વિચિત્ર હરકત કરવાનું શરૂ કર્યું.

સેમ બાર નામની એક મહિલાએ હૂક ન્યૂઝની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તેના બાળકોએ YouTube પર મોમો ચેલેન્જનો વીડિયો જોયો હતો અને ત્યારબાદ તે ચેલેન્જમાં વર્ણવેલા ટાસ્કને ફોલો કરી રહી હતી. તેણે કહ્યું હતું કે વીડિયોમાં છોકરી તેના વાળ કાપી નાખવાનો પ્રયાસ કરી રહી હતી અને તેને જોઈને તેની દીકરીએ કાચ સામે ઊભી રહી અને તેના વાળ કાપવાનું શરૂ કર્યું.

શું છે મોમો વોટ્સએપ ચેલેન્જ અને તે કેવી રીતે શરૂ થઈ?

અહેવાલો અનુસાર, આ સુસાઇ ચેલેન્જની શરુઆત ફેસબુક પરથી શરૂ થઇ હતી. બાદમાં વોટ્સએપ દ્વારા ફેલાવવામાં આવી છે. આ ચેલેન્જ એક છોકરીના વિચિત્ર અને ડરામણા ચહેરાથી સંબંધિત છે. આ ઇમેજ જાપાની કલાકારો મીડોરી હાયાસી દ્વારા બનાવવામાં આવી હતી. જો કે, તેઓનું આ ગેમ સાથે કોઇ સંબંધ નથી.

આ ચેલેન્જ ખતરાથી ભરેલી છે. ચેલેન્જ પૂર્ણ કરવા પર મોમો (એક કાલ્પનિક પાત્ર) ડરાવે છે અને ગંભીર સજા આપવાની ધમકી આપે છે. આનાથી વપરાશકર્તાઓ ડરી જાય છે અને તે મોમોની સૂચનાઓને માનવા મજબૂર થઇ જાય છે. મોમોની વાતમાં આવીને વપરાશકર્તા ડિપ્રેશનનો ભોગ બને છે. તેમા મોટા ભાગના યુવાનો અને બાળકો છે.

મોમો ચેલેન્જ ગેમ અપરાધી બાળકો અને યુવાનને ભોગ બનાવી રહી છે. અંગત માહિતી ચોરી કર્યા પછી તે સાથીઓને ધમકી આપે છે. તેનો ઉપયોગ તે ખંડણીની માંગ માટે પણ કરે છે. આ ગેમ દ્વારા બાળકોને ડિપ્રેશન અને આત્મહત્યા તરફ ધકેલાય છે.

Related posts

Suzuki એ ભારતમાં Hayabusa નું નવુ મોડલ લોંચ કર્યું ,જાણો શું છે કિંમત અને બાઇકની ખાસિયત…

Nawanagar Time

Xaiomi આપી રહ્યું છે 5000/- રૂપીયા સુધીનું ડિસ્કાઉન્ટ,જાણો કઈ રીતે

Nawanagar Time

બજેટ અને મિડરેન્જ કેટેગરીમાં શાઓમી લોન્ચ કરશે રેડમી ગો, કિંમત રૂ.5000

Nawanagar Time

Leave a Comment