Nawanagar Time
ગુજરાત

ખંભાળિયાની મહિલાને મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં આગોતરા જામીન મંજુર

agora-granted-bail-in-the-crime-of-threatening-to-kill-woman-of-chambaliyya

ખંભાળિયા :-દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ગુગળી ચકલામાં રહેતી મહિલાને તા.19-12-18ના રોજ ખંભાળિયાનો રહીશ કરન વિશુભાઇ જોશી સાથે છેલ્લા આઠેક વર્ષથી પ્રેમસંબંધ હતો. જેથી આરોપીએ તેણીને મકાન રહેવા માટે અપાવેલ હતું. અને તેણી છેલ્લા આઠેક વર્ષથી તે મકાનમાં રહે છે. અને તેણીને છેલ્લા એકાદ મહીનાથી કરન વિશુભાઇ સાથે કોઇ પણ પ્રકારનો સંબંધ ન હોય, અને તેની સાથે કોઇ સંબંધ રાખવા માંગતી ન હોય, જેથી આરોપીએ પોતે અપાવેલ મકાન ખાલી કરાવવા તે મહિલાના ઘરે જઇ તે મહિલાને બે ઝાપટ મારી તેણીને તથા તેની દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી, ભુંડીગાળો દઇ, ઘરમાં સેટી ઉપરનું ગાંદલું સળગાવી નાખી ઘરનો સરસામાન વેર વિખેર કરી નાખતા ફરિયાદી મહિલાએ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરૂઘ્ધ ફરિયાદ આપતા, પોલીસે આરોપી વિરૂઘ્ધ આઇપીસી કલમ 435, 452, 506(ર) વિગેરે મુજબનો ગુનો દાખલ કરેલ. જેથી આરોપી કરન વિશુભાઇ જોશીને ગુનાના કામે ધરપકડ થવાની દહેશત જણાતા આરોપીએ સેસન્સ અદાલતમાં આગોતરા જામીન પર છુટવા આગોતરા જામીન અરજી દાખલ કરતા ખંભાળિયાના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સી.એમ. ભટ્ટએ આરોપીની આગોતરા જામીન અરજી મંજુર કરેલ છે. આરોપી તરફે જીતેન્દ્ર કે. હીન્ડોચા તથા હર્ષીદા કે. અશાવલા એડવોકેટસ રોકાયેલ હતાં.

Related posts

જોડિયા યાર્ડ ખાતે પાક ખરીદી કેન્દ્ર એકાએક બંધ : દોઢસો ખેડૂતોની મગફળી વેચાયા વગર પડી રહી

Nawanagar Time

જામનગરની નગરસેવિકાઓ પર છવાઇ ‘ઉરી’

Nawanagar Time

ગોધરાકાંડની તપાસનો રીપોર્ટ ટૂંકમાં રાજ્યની વિધાનસભામાં રજૂ કરાશે

Nawanagar Time

Leave a Comment