Nawanagar Time
ગુજરાત જામનગર

સંતાનોને શિક્ષિત કરવા ભરવાડ સમાજની માતાઓને અનુરોધ કરતા કૃષિ મંત્રી

agriculture-minister-urging-mothers-of-shepherd-community-to-do-children

ભરવાડ સમાજનો પાંચમો સમૂહ લગ્ન મહોત્સવ -2019 નિમિતે નવદંપતિ સત્કાર સમારોહ કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુ અતિથિ વિશેષ તરીકેની ઉપસ્થિતિ

જામનગર:-શ્રી મચ્છુમાતા દેવસ્થાન સમિતિ આયોજીત જામનગર જિલ્લા ભરવાડ સમાજનો પાંચમો સમૂહ લગ્ન મહોત્સવ – 2019 નિમિતે નવદંપતિ સત્કાર સમારોહ કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુના  વિશેષ તરીકે શ્રી મચ્છુ માતાજી મંદિર, મચ્છુબેરાજા ખાતે યોજાયો તેમાં ઉપસ્થિત રહ્યા હતા.  કુલ 80 નવદંપતિઓને આશિર્વાદ આપવા માટે ખાસ સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું.   જય દ્વારકાધિશના નાદ સાથે કૃષિ મંત્રી આર.સી.ફળદુએ પ્રભુતામાં પગલા માંડનાર ભરવાડ સમાજના નવદંપતિઓને અભિનંદન પાઠવતા ઉપસ્થિત ભરવાડ સમાજની માતાઓને પેટે પાટા બાંધીને પણ પોતાના સંતાનોને શિક્ષિત કરવા અનુરોધ કરેલ હતો.

આ પ્રસંગે ભરવાડ સમાજમાંથી જીપીએસસી પાસ કરી રાજયપત્રીત અધિકારી તરીકે નિમણુંક પામેલી ત્રણ દિકરીઓનું સન્માન કરવામાં આવેલ અને રાષ્ટ્રીય કક્ષાએ કુશ્તિમાં ચોથું સ્થાન પ્રાપ્ત કરનાર ભરવાડ સમાજના યુવકને બિરદાવતા જણાવ્યું કે, ભરવાડ સમાજ એક ખડતલ પ્રજા છે તેનામાં સમાજ અને રાષ્ટ્રનું નામ રોશન  ક્ષમતા છે. રાષ્ટ્ર નિર્માણમાં દિશા દર્શન આપી શકે તેવી ક્ષમતા આ સમાજમાં રહેલી છે. આ તકે વિરમગામના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલ, ભૂમિ દૈનિકના તંત્રી જીતુભાઇ લાલ, જિલ્લા પંચાયતના પૂર્વ  પ્રમુખ પાલાભાઇ કરમુર, જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકાના સદસ્ય દેવશીભાઇ કરમુર,  મયુરભાઇ ગઢવી, લાલપુરના સરપંચ સમિરભાઇ ભેંસદડીયા,  ઉદ્યોગપતિ ગોરધનભાઇ હિરાભાઇ સરસીયા તથા બહોળી સંખ્યામાં ભરવાડ સમાજના ભાઇઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યાં હતા.

agriculture-minister-urging-mothers-of-shepherd-community-to-do-children
agriculture-minister-urging-mothers-of-shepherd-community-to-do-children

agriculture-minister-urging-mothers-of-shepherd-community-to-do-children
agriculture-minister-urging-mothers-of-shepherd-community-to-do-children

agriculture-minister-urging-mothers-of-shepherd-community-to-do-children
agriculture-minister-urging-mothers-of-shepherd-community-to-do-children

Related posts

જામનગરમાં આખરે ઠંડીનું જોર ઘટ્યું

Nawanagar Time

શહેરના 240માંથી 70 ટકામાં ફાયર સેફટીની સર્વે બાકી

Nawanagar Time

જામનગરમાંથી ગુમ થયેલી યુવતિ મુંબઇમાંથી મળી

Nawanagar Time

Leave a Comment