Nawanagar Time
ગુજરાત જામનગર

ખેડૂતોને પાક વીમામાં વિલંબ મુદ્દે કૃષિ પ્રધાન દિલ્હી દોડ્યા

agriculture-minister-visited-the-farmers-for-delay-in-crop-insurance

પાક વીમામાં વિલંબ લોકસભા ચૂંટણીમાં વિલન બને તેમ હોય કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા તાકિદની બેઠક

જામનગર:-રાજ્યમાં ખેડૂતોના અનેક પ્રશ્નો સર્જાઈ રહ્યા છે. ત્યારે પાક વીમાને લઈને દિલ્હીમાં ખાસ બેઠકનું આયોજન કરાયું છે. રાજ્યમાં વીમા કંપની દ્વારા વળતર ન ચૂકવવામાં આવતા હોવાની ફરિયાદ ખેડૂતો તરફથી અનેક જિલ્લાઓમાં સામે આવી છે. જેથી કૃષિ પ્રધાન દિલ્હી તરફ કૂચ કરવાના છે. યોજાનારી બેઠકમાં કૃષિ વિભાગ સહિત વીમા કંપનીના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહેશે.

જોવામાં આવે તો રાજ્યમાં વરસાદની અછતના કારણે લાખો ખેડૂતોના પાકને નુકસાન થયું છે.  સરેરાશ રાજ્યમાં પણ પાણીની અછત સર્જાઈ રહી છે. તો બીજી તરફ ખેડૂતો પિયત, બિયારણ, ટેકાના ભાવ સહિતના અનેક મુદ્દાઓ પર મુશ્કેલીમાં છે. સાથે રોજબરોજ અનેક જિલ્લાઓમાં ખેડૂતોના આપઘાતના સમાચાર પણ આવી રહ્યા છે. તેમાં પણ પાક નિષ્ફળ જવાથી ખેડૂતો જીવન ટુંકાવી રહ્યા છે. ત્યારે વીમા કંપનીઓ દ્વારા વળતર ન ચૂકવવામાં આવતું હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે.

તો જોવું રહ્યું કે કૃષિ અને ઊર્જા પ્રધાન દિલ્હી ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી રહ્યા છે. આ બેઠક બાદ શું રાજ્યના ખેડૂતોની સમસ્યાનું નિવારણ આવશે કે પણ જગતના તાતનો કોઈ ધણી નહી જેવી પરીસ્થિતિ યથાવત્ રહેશે

Related posts

જામનગર જિલ્લા પંચાયતના આરોગ્યકર્મી કોરોના વૅક્સિનના ડોઝ ન લેવા માટે મક્કમ

Nawanagar Time

જામ્યુકોની હાઉસ ટેકસ શાખામાં નામ ટ્રાન્સફરના ફોર્મની ઉઘાડી લૂંટ બંધ કરો

Nawanagar Time

વિનુ માંકડ ક્રિકેટ સ્પર્ધામાં અમદાવાદની ટીમ ચેમ્પિયન

Nawanagar Time

Leave a Comment