Nawanagar Time
હેલ્થ ટીપ્સ

એરપોડ્સ ખતરનાક છે? 40 દેશોના 250 વૈજ્ઞાનિકોએ WHO અને UNમાં વાયરલેસ ટેક્નોલોજીથી કેન્સર થવાનું જોખમ જણાવ્યું

airpods-are-dangerous-250-scientists-from-40-countries

 

40 દેશોના 250 વૈજ્ઞાનિકોએ WHO અને UNમાં એક પિટિશન ફાઈલ કરી છે અને ચેતવણી આપી છે કે વાઇફાઇ, બ્લૂટૂથ અને સેલ ડેટાના લીધે રેડિયેશન ફેલાવાનું જોખમ છે

  • 2018માં એપલે એરપોડ્સની 2.9 કરોડ જોડી વેચી
  • નાની સાઈઝના વાયરલેસ હેડફોન્સ કાનમાં સરળતાથી ફિટ થઇ જાય છે
  • એરપોડ્સનું મગજ અને કાનથી નજીકનું અંતર કેન્સરનું જોખમ વધારે છે

યુનાઇટેડ નેશન્સ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાં દાખલ થયેલી એક પિટિશન મુજબ એપલના પ્રખ્યાત વાયરલેસ એરપોડ્સ હેડફોન યુઝ કરનારને કેન્સરનું જોખમ થઇ શકે છે. દુનિયાભરમાંથી 40 દેશોના 250થી વધુ વૈજ્ઞાનિકો આ પિટિશન સાઈન કરીને જણાવ્યું છે કે, આ ડિવાઈસ રેડિયો ફ્રિક્વન્સી રેડિયેશન વધારે છે જેનો ઉપયોગ વાઇફાઇ, સેલ્યુલર ડેટા અને બ્લૂટૂથમાં થાય છે.

કેટલાક એક્સપર્ટ્સ વોર્નિંગ આપતા જણાવે છે કે, એરપોડ્સ ચોક્કસ રીતે એટલા માટે ચિંતાનો વિષય છે કારણકે તે કાનની અંદર ઊંડાણમાં ફિટ થઇ જાય છે અને રેડિયેશન ફેલાવવાનો ખતરો વધારે છે. જોકે વૈજ્ઞાનિકોની એક જ્યુરી હજુ સુધી નક્કી કરી શકી નથી કે કોઈ ચોક્કસ સાધનના લીધે કેન્સર થાય છે કે નહીં પણ એનિમલ સ્ટડી મુજબ જે પ્રકારનું રેડિયો ફ્રીક્વન્સી રેડિયેશન ફેલાઈ છે તેનું કેન્સર સાથે જોડાણ હોઈ શકે છે અને કેટલાક કિસ્સાઓમાં, રેડિએશનનું સ્તર કાર્સિનોજેનિક હોવાનું જોવા મળ્યું હતું જે ફેડરલ અને આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકા દ્વારા મંજૂર મહત્તમ કરતા નોંધપાત્ર રીતે ઓછું હતું.

ગયા વર્ષે એપલે આ વાયરલેસ એરપોડ્સની 2.9 કરોડ જોડી વેચી હતી અને તેનાથી અગાઉના વર્ષે કંપનીએ 1.6 કરોડ જોડી વેચી હતી. એરપોડ્સ બ્લૂટૂથની મદદથી ફોન સાથે કનેક્ટ થાય છે, જે જાણીતી શોર્ટ ડિસ્ટન્સ રેડિયો કમ્યુનિકેશન ટેક્નોલોજી તરીકે ઓળખાય છે. રેડિયોવેવ્સનું સૌથી મોટું જોખમ એ છે કે તેના ઊંચા પ્રમાણના લીધે હિટ (ગરમી) વધારી શકે છે. વૈજ્ઞાનિકો લોઅર પાવર રેડિયોવેવ્સથી લાંબા ગાળે થતી ઇફેક્ટ્સ અંગે હજુ વિચારી રહ્યા છે. સંશોધકોએ જયારે આ પ્રકારના વેવ્ઝ પ્રાણીઓમાં છુટા કર્યા તો તેમનામાં રેડિયેશન, ન્યુરોલોજિકલ ડેમેજ જોવા મળ્યું હતું, જે સામાન્ય પ્રાણીઓની સરખામણીએ વધારે હતું.

વાઇફાઇ પણ કેન્સરનું રિસ્ક આપતું હોવાનું જાણવા મળ્યું છે. યુઝર માટે ઈલેક્ટ્રોમેગ્નેટિક ફ્રીક્વન્સી(EMF) કેટલી હોવી જોઈએ તેની ગાઇડલાઇન્સ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન આપી ચૂક્યું છે. પણ આ નવી પિટિશનના સંશોધકોની દલીલ છે કે રિસર્ચમાં પુરાવા મળ્યા છે કે, ઈલેક્ટ્રોમેગ્નેટિક ફ્રીક્વન્સી(EMF) લોઅર લેવલ ઉપર પણ કાર્સિનોજેનિક હોઈ શકે છે. બ્રેઈન કેન્સર એ ઈલેક્ટ્રોમેગ્નેટિક ફ્રીક્વન્સી(EMF) રેડિએશનના લીધે થતા કેન્સરનો જ એક પ્રકાર છે. ‘સલામતી ધોરણો નક્કી કરતી વિવિધ એજન્સીઓ સામાન્ય લોકોની સુરક્ષા માટે પૂરતી ગાઇડલાઇન્સ લાગુ કરવામાં નિષ્ફળ રહી છે, ખાસ કરીને એવા બાળકો જેમના માટે ઇએમએફની અસરો વધુ જોખમી છે’, એમ આ પિટિશનમાં જણાવાયું છે.

Related posts

એક્સરસાઇઝ કર્યા બાદ ભૂલથી પણ ના કરતા આ 3 કામ,નહીંતર ભોગવવું પડશે નુકસાન.

Nawanagar Time

30 વર્ષની મહેનત બાદ દુનિયાની પ્રથમ મલેરિયાની રસીની શોધ આફ્રિકામાં થઈ

Nawanagar Time

કોરોનાની ઐસી તૈસી

Nawanagar Time

Leave a Comment