Nawanagar Time
ગુજરાત જામનગર

એરપોર્ટ ઉપરથી 1 કિલો સોનાના સિક્કા સાથે ઝડપાયેલા યુવકની સઘન પૂછપરછ

airport-from-1-kg-of-intensive-questioning-man-arrested-with-gold-coins

ઈન્કમટેકસ અને જામનગર પોલીસે સંયુકત ઓપરેશન કરી 33 લાખના સોના સાથે યુવાનને દબોચ્યો હતો

જામનગર:-જામનગરના એરપોર્ટ પરથી ગઈકાલે મુંબઈથી 1 કીલો જેટલા રૂા.33 લાખના સોનાના સીક્કા સાથે આવેલા રાજકોટના યુવકને ઈન્કમટેક્સ વિભાગની સુચના બાદ એરપોર્ટ પોલીસે ઝડપીને ઈન્કમટેક્સ અધિકારીઓને હવાલે કર્યા બાદ મોડી રાત્રી સુધી તેની પુછપરછ ઈન્કમટેક્સ ઓફીસના અન્વેષણ વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે.

જાણવા મળ્યાં મુજબ, જામનગરના ઈન્કમટેક્સ વિભાગને મુંબઈથી માહિતી મળી હતી કે, જામનગર એરપોર્ટ ખાતે ગઈકાલે બપોરે બે વાગ્યે આવતી એર ઈન્ડીયા ફલાઈટમાંથી એક વ્યક્તિ સોનાના સીક્કા સાથે ઉતરવાનો છે. તેવી બાતમીના આધારે ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા એરફોર્ટ ખાતે પીઆઈ જી.પી.પરમારને જાણ કરી હતી. જેથી બાતમી મુજબના વ્યક્તિને પોલીસે પકડીને ઈન્કમ ટેક્સ વિભાગને સોંપી દીધો હતો. ઈન્કમટેક્સ વિભાગની ટીમ તેને તેમની ઓફીસ ખાતે લઈ આવી હતી.

તેના કબ્જામાંથી મળેલા અંદાજે રૂા.33 લાખની કિંમતના સોનાના 1 કીલોના સોનાના સીક્કાઓ કબ્જે કર્યા હતાં અને તેની મોડી સાંજ સુધી ઈન્કમટેક્સ ઈન્વીટીગેશનના જોઈન્ટ ડાયરેકટર શ્યામલાલ મીનાએ તેમજ નિરિક્ષકો (ઈન્સ્પેકટરો) રાજુકુમાર, પ્રમોદકુમાર, સુબોધકુમારએ મોડી સાંજ સુધી પુછપરછ કરી હતી.

સોનાના આટલા માતબર જથ્થા સાથે રાજકોટનો યુવક ક્યાંથી આવતો હતો..? તેને સોનું કોણે આપ્યું..? તેણે પોતાના માટે ખરીદયું..? કે તે માત્ર કુરીયર છે..? ઉપરાંત 33 લાખની બજાર કિંમતના આ સોનાને લગતા બીલ વગેરેની ક્રોસ વેરીફીકેશન સાથેની તપાસ જામનગર અને મુંબઈથી ઓનલાઈન રહેલા ઉચ્ચ અધિકારીઓએ કરી હતી. હજુ પણ તપાસ ચાલુ હોવાનું આઈટી ઈન્વેસ્ટીગેશનના સૂત્રો જણાવી રહ્યાં છે.

Related posts

જિલ્લામાં 14માં નાણાપંચની કરોડો રૂપિયાની ગ્રાન્ટમાં ગોટાળા

Nawanagar Time

જોડિયામાં મહિલાઓ રણચંડી બની

Nawanagar Time

ખંભાળિયામાં ક્ષય નિયંત્રણ સાથે સંકળાયેલા કર્મચારીઓનું આંદોલન

Nawanagar Time

Leave a Comment