Nawanagar Time
એન્ટરટેઇનમેન્ટ

અજય દેવગણ બનશે રણબિરના પિતા

ajay-devgn-will-become-ranbirs-father

જાણીતા નિર્માતા લવ રંજન સામાજિક વિષયોને લઈને ધમાકેદાર ફિલ્મ બનાવવામાં કાબેલ છે. ‘સોનુ કે ટીટૂ કી સ્વિટી’ જેવી સફળ ફિલ્મના બનાવીચૂકેલા નિર્માતા લવ રંજન એક નવી ફિલ્મ બનાવી રહ્યા છે. ફિલ્મમાં સફળ અભિનેતા અજય દેવગણ તથા રણબીર કપૂર જોવા મળશે. અજય દેવગણ તેમાં પિતાનું પાત્ર ભજવશે, જયારે પુત્રના પાત્રમાં રણબીર કપૂર જોવા મળશે. આમ,હવે અજય ખરેખર પીઢ થઇ ગયો છે એમ લાગે. અગાઉ તે નાના બાળકોનો પિતા બન્યો હતો ફિલ્મોમાં પણ હવે રણબીર જેવા યુવાન અભિનેતાનો પિતા બનશે.

જ્યારે લવ રંજને તેને અજય દેવગણ સાથે ફિલ્મની ઓફર કરી તો તેને તે ફિલ્મમાં પોતાનો રોલ બહુ લાંબો કે સારો નહોતો લાગ્યો. આથી તેણે થોડો સમય માંગ્યા હતો. જોકે, ઘણી ખણખોદ કર્યા પછી તેણે તે ફિલ્મને પોતાની મંજૂરીની મહોર મારી દીધી. અંતે હવે તે અજય સાથે આ ફિલ્મ કરશે. અજય દેવગણ પણ સતત સફળ ફિલ્મો આપીને સ્ટારડમનો દબદબો જાળવી રાખવામાં સફળ રહ્યો છે. બૉલીવૂડના બંને સફળ અભિનેતાને લઈને લવ રંજન ફિલ્મ બનાવી રહયા છે. ફિલ્મની જાહેરાત ઘણા સમય પહેલાં કરવામાં આવી હતી. જરા હટકે સ્ટારકાસ્ટને લઈને બનાવવામાં આવનાર ફિલ્મ માટે ફિલ્મ રસિયાઓમાં પણ ઉત્સુક્તા જોવા મળે છે.

આ પહેલાં બંને સફળ કલાકાર ફિલ્મ ‘રાજનીતિ’માં સાથે જોવા મળ્યા હતા. ફિલ્મમાં તેમની સાથે અન્ય જાણીતા કલાકારો પણ હતા. લવરંજનની નવી ફિલ્મ જરા અનોખી હશે, કારણકે ફિલ્મમાં પિતા-પુત્રની કૉમેડી દર્શકોને જોવા મળશે. ફિલ્મ ‘૧૦૨ નૉટ આઉટ’ માં પણ પિતા-પુત્રની વાત હતી. તેમાં ઋષિ કપૂર અને અમિતાભ બચ્ચનની જોડી હતી અને તેમની વય મોટી બતાવવામાં આવી હતી, પણ આ ફિલ્મમાં અજય દેવગણ અને રણબીર કપૂર બંને પિતા-પુત્રને યુવાન બતાવવામાં આવનાર છે. લવરંજન ફિલ્મ ‘પ્યાર કા પંચનાામા’ સીરિઝની બે ફિલ્મો તથા ‘સોનુ કે ટીટૂ કી સ્વીટી’ જેવી સફળ ફિલ્મોના નિર્માતા છે.

Related posts

એક્સ પત્નીનો ૠતિકને પ્રેમાળ મેસેજ…

Nawanagar Time

શાહરૂખના બાળકોએ 14 વર્ષે કેમ ઘર છોડ્યું?

Nawanagar Time

ફિલ્મી સિતારાઓએ કોરોના વોરિયર્સનો અનોખી રીતે માન્યો આભાર

Nawanagar Time

Leave a Comment