Nawanagar Time
એન્ટરટેઇનમેન્ટ

અક્ષય કુમારને લાગ્યો મોટો ઝાટકો, ‘કેસરી’ ઓનલાઈન લીક થઈ ગઈ

akshay-kumar-felt-a-big-zest-kesari-became-leaked-online

હોળીના દિવસે રિલીઝ થયેલી અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ‘કેસરી’એ 21.50 કરોડ રૂપિયા સાથે ખાતું ખોલ્યું અને તે આ વર્ષની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બની ગઈ પરંતુ આ સાથે આ ફિલ્મને લઇને એક ખરાબ સમાચાર જાણવા મળી રહ્યા છે. અક્ષય કુમારની ફિલ્મ ‘કેસરી’ તમિલ રોકર્સ પર લીક થઈ ગઈ છે.

વેઠવું પડશે મોટું નુક્સાન

‘કેસરી’નું એચડી વર્ઝન પાઇરસી માટે કુખ્યાત વેબસાઈટ ‘તમિલ રોકર્સ’ પર લીક કરી દેવામાં આવ્યું છે. બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહેલી ‘કેસરી’એ પાઈરસીના કારણે હવે બહુ મોટું નુક્સાન વેઠવું પડી શકે છે. દુનિયાભરમાં 4200 સ્ક્રીન્સ પર રિલીઝ થયેલી ‘કેસરી’એ પહેલા જ દિવસે ધમાકેદાર કલેક્શન કર્યું પણ હવે સારાગઢીની લડાઈ પર આધારિત આ ફિલ્મ ઓનલાઇન લીક થઈ જવાથી થિયેટરમાં આ ફિલ્મ જોવા જનારા દર્શકોની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે.

પહેલાં પણ ઘણી ફિલ્મો બની પાઈરસીનો શિકાર

પાઈરસીની સમસ્યા બોલિવૂડમાં દિવસે ને દિવસે વધતી જઈ રહી છે. ‘કેસરી’ પહેલાં ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’, ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક’, ‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી’ અને ‘બદલા’ વેગેરે ફિલ્મો પણ ઓનલાઇન લીક થઈ ચૂકી

Related posts

કોરોના ઇફેકટ: હેરી પોટર, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ પણ અઘ્ધરતાલ

Nawanagar Time

હવે ક્રિકેટમાં બોલ પર થૂંક લગાવવાની પરંપરા હવે બની જશે ઇતિહાસ: કોહલી

Nawanagar Time

કૌન બનેગા કરોડપતિ? કાર્યક્રમમાં અમિતાભ સાથે રમશે શહેરની આ મહિલા. જાણો કોણ છે તે

Nawanagar Time

Leave a Comment