Nawanagar Time
એન્ટરટેઇનમેન્ટ

સાચો બૉલીવુડ હીરો તો અક્ષય કુમાર જ છે 

akshay-kumar-is-the-true-bollywood-hero
એક તરફ જ્યાં બૉક્સ ઑફિસ પરથી ખાન ત્રિપુટીની ચમક ઊતરી રહી છે ત્યારે લગભગ એમની સાથે જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી લેનાર મિસ્ટર ખેલાડીની ચમક હજી બૉક્સ ઑફિસ પર જળવાઈ રહી છે, આ પાછળનું એક કારણ એવું પણ માનવામાં આવી રહ્યું છે કે કદાચ ફિલ્મોની પસંદગીએ જ અક્કીને હજી પણ દિગ્દર્શકો અને દર્શકોની નજરમાં એકદમ તરોતાજા અને યુવાન રાખ્યો છે.
અક્ષય કુમારની મોટાભાગની ફિલ્મો બૉક્સ ઑફિસ પર સુપરહિટ પુરવાર થઈ છે, જ્યારે એની સામે ખાન ત્રિપુટીની છેલ્લી કેટલીક ફિલ્મો બૉક્સ ઑફિસ પર વકરો કરવામાં પાછળ પડી રહી છે. બી-ટાઉનના લેટેસ્ટ ટ્રેન્ડને ધ્યાનમાં લઈએ તો અક્કી હંમેશાં એવી ફિલ્મોની પસંદગી કરે છે જે તેને ઓડિયન્સ સાથે ડાયરેક્ટ કનેકટ કરે છે અને તે કોઈ પણ પ્રકારના રૉલમાં એકદમ પરફૅક્ટ ફિટ બેસી જાય છે અને દરેક વર્ગના ઓડિયન્સ સાથે તે કનેક્ટ કરી શકે છે.
‘પૅડમેન’ ફિલ્મમાં તેણે માસિક ધર્મ સંબંધિત સમસ્યા અને ફિલ્મ ‘ટોઈલેટ: એક પ્રેમકથા’થી મહિલાઓને રોજિંદા જીવનમાં સામનો કરવી પડતી મુશ્કેલીઓ પર પ્રકાશ પાડીને મહિલા પ્રશંસકોનાં દિલો પર કબજો કરી લીધો તો બીજી બાજુ ‘રૂસ્તમ’, ‘બેબી’, ‘હૉલી-ડે’, ‘નામ શબાના’ જેવી ફિલ્મો કરીને દેશભક્ત ચાહકોના દિલ જીતવામાં જરા પણ પાછો પડ્યો નથી.

Related posts

મલ્ટીપ્લેકસ ખૂલ્યા પણ પ્રેક્ષકો દેખાતા નથી

Nawanagar Time

માત્રને માત્ર 16 દિવસમાં સિમ્બા (SIMBA) ફિલ્મે કરી ન વિચારી શકાય તેવી કામની…

Nawanagar Time

કંગના 10 દિવસ સુધી હવે મૌન રહેશે, જાણો શું છે તેનું કારણ…

Nawanagar Time

Leave a Comment