Nawanagar Time
હેલ્થ ટીપ્સ

દારૂનું વ્યસન એકવારમાં જ થઈ જશે દૂર, અજમાવો આ ખાસ નુસખા

alcohol-addiction-will-be-done-at-once-try-it-away-try-this-special-knife

દારુ જેવા નશીલા પદાર્થોનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. આવી વસ્તુઓથી હંમેશા દૂર રહેવું જોઈએ તેમ છતા કેટલાક લોકો માટે આ વ્યસન જીવનનો એક ભાગ બની જાય છે. ભાગદોડ ભરેલા જીવનમાં કેટલાક લોકો માનસિક તાણના કારણે વ્યસનની આદી થઈ જાય છે. એકવાર જ્યારે આવી ટેવ લાગી જાય છે ત્યારે તેમાંથી મુક્ત થવું મુશ્કેલ બની જાય છે. કેટલાક લોકોને તો રોજ દારુ પીવાની લત લાગી જાય છે. આવી સ્થિતીમાં તેના પરીવારના સભ્યો પણ મુશ્કેલીમાં મુકાય જાય છે અને લાંબા સમયે આવી કુટેવોના કારણે ગંભીર બીમારી પણ લાગૂ થઈ જાય છે. આજે તમને અહીં કેટલાક ઘરેલુ નુસખા વિશે જાણકારી મળશે જેનાથી આ પ્રકારના વ્યસનમાંથી મુક્તિ મેળવી શકાય છે.

દારુના નશાની લતમાંથી મુક્ત થવા માટે રોજ ગાજરના રસનું સેવન કરવાની શરૂઆત કરો. ગાજરનો જ્યૂસ પીવાથી શરીરમાં એનર્જી વધે છે અને તેનાથી સ્વાસ્થમાં પણ સુધારો થાય છે.

રોજ રાત્રે સૂતા પહેલા ખજૂર અને દૂધ પીવા. નિયમિત રીતે ખજૂરવાળુ દૂધ પીવાથી દારુની આદત છૂટી જશે.

શરીર માટે કારેલું ફાયદાકારક છે. પરંતુ કારેલાના પાન દારુનું વ્યસન છોડાવવા માટે કામ લાગે છે. કારેલાના પાનનો રસ કાઢી અને તેમાં મધ ઉમેરી પીવાથી વ્યસનમુક્ત થઈ શકાય છે.

એક ગ્લાસ પાણીમાં 1 ચમચી અજમો ઉમેરી તેને ઉકાળો. પાણી અડધું થઈ જાય એટલે તેને ઠંડુ કરી ગાળી લો અને જ્યારે દારુની તલબ જાગે ત્યારે આ પાણી પીવાનું રાખો.

 

Related posts

વજન ઘટાડવા ખાંડના બદલે વપરાતી ‘શુગર ફ્રી’ સ્વાસ્થ્ય માટે હાનિકારક

Nawanagar Time

જો આજે પણ તમે તાંબાના વાસણમાં ખાતા હોય તો આજેજ બંધ કરો,જાણો કેમ…

Nawanagar Time

આ ત્રણ ઔષધીઓ બચાવી શકે છે કેન્સર જેવા ખતરાથી,નિયમિત સેવનથી થશે લાભ

Nawanagar Time

Leave a Comment