Nawanagar Time
એન્ટરટેઇનમેન્ટ

આલિયા અને રણવીરનો લિપલોક સીન દૂર કરાયો

alia-and-ranveers-liplock-scene-removed

કેન્દ્રીય ફિલ્મ સેન્સર બોર્ડે ઝોયા અખ્તરની ફિલ્મ ગલી બૉયના એક કીસીંગ સીન પર કાતર ચલાવી હોવાની જાણકારી મળી હતી.

આ સીનમાં આલિયા ભટ્ટ અને રણવીર સિંઘ વચ્ચે લીપ લૉકનો લાં..બો સીન હતો જે સેન્સર બોર્ડને પ્રતીતિજનક નહીં લાગતાં એના પર સેન્સર બોર્ડે કાતર ચલાવી હતી.

ફિલ્મ નિર્માતા રિતેશ સિધવાનીએ કહ્યંુ કે સેન્સર બોર્ડે આપેલા યુ/ એ સર્ટિફિકેટ સામે અમને કોઇ વાંધો વચકો નથી. સેન્સર બોર્ડે જે કટ્સ સૂચવ્યા એ પણ અમે સ્વીકારી લીધા હતા.

સેન્સર બોર્ડે કીસીંગ સીનમાં ૧૩ સેકંડનો કાપ મૂકવા ઉપરાંત ફિલ્મ સર્જકોને કહ્યંુ હતું કે તમે આ સીનને ક્લોઝપ તરીકે ન દેખાડતાં એને વાઇડ કે લોંગ શોટમાં દેખાડો. આ સૂચન પણ ફિલ્મ સર્જકોએ સ્વીકારી લીધું હતું.

મુંબઇની ધારાવી ઝૂંપડપટ્ટીમાં રહીને એક ટોચના રેપર ગાયક બનેલા નાઝી અને ડિવાઇનના સંઘર્ષ પરથી પ્રેરણા લઇને ઝોયાએ આ ફિલ્મ બનાવી છે.

Related posts

રાતો રાત સ્ટાર બનેલી પ્રિયાએ છોડ્યુ ઇન્સ્ટાગ્રામ

Nawanagar Time

રાજ કપૂરનો આર.કે. સ્ટુડિયો વેચાયા બાદ હવે જાણીતુ રીગલ થિયેટર બંધ

Nawanagar Time

ફરહાનનું ભોપાળું, લોકોએ કહ્યો ‘પપ્પુ’

Nawanagar Time

Leave a Comment