Nawanagar Time
એન્ટરટેઇનમેન્ટ

રાજા મૌલીની ફિલ્મ ઠુકરાવતી  આલિયા ભટ્ટ

alia-bhatt-rejected-of-raja-maulis-film

સાઉથની ફિલ્મોના જાણીતા ડાયરેક્ટર એસએસ રાજામૌલી હાલના દિવસોમાં ફિલ્મ ‘RRR’ નું શૂટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મને લઇને બોલિવુડમાં પણ ચર્ચા ચાલી રહી છે. સૌથી મોટી ચર્ચાનું કારણ છે આ ફિલ્મ પર થનારો ખર્ચ. રાજામૌલીની ફિલ્મ તેમની પાછલી ફિલ્મ ‘બાહુબલી’ અને ‘બાહુબલી-2’ની જેમ મેગા બજેટ ફિલ્મ હશે. આ ફિલ્મમાં જૂનિયર એનટીઆર અને રામચરણ તેજા મુખ્ય ભૂમિકામાં દેખાશે. રાજામૌલી લાંબા સમયથી આ ફિલ્મ માટે હિરોઇનની શોધ કરી રહ્યા છે.

કેટલાક દિવસો પહેલા એવી ચર્ચા ચાલી રહી હતી કે રાજામૌલી આ ફિલ્મમાં ફીમેલ લીડ રોલ માટે તમિલ, તેલુગુ અથવા બોલિવુડ ફિલ્મની અભિનેત્રીઓ સાથે વાત કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે આલિયા ભટ્ટ અને પરિણીતી ચોપરાને પણ ઓફર આપી હતી, પરંતુ બંનેએ ફિલ્મ માટે મોટી રકમની માગ કરી હતી, જેને લીધે વાત આગïળ વધી નહીં શકી. હેવાલોની માનીએ તો રાજામૌલીએ છેવટે આ માગ માની લીધી હતી. તે પોતાની આ ફિલ્મ માટે આલિયા ભટ્ટને મોટી રકમ આપવા તૈયાર થયા હતા. રાજામૌલીએ કરણ જાહરની મદદથી આલિયાનો સંપર્ક કર્યો હતો પરંતુ હાલ આલિયા ઘણાં પ્રોજેક્ટમાં વ્યસ્ત હોવાને કારણે ઓફર બીજી વખત ફગાવી હતી

ત્રોની માનીએ તો ફિલ્મમાં ત્રણ ફીમેલ લીડ હશે. તેના માટે હાલ તો બે અભિનેત્રીઓની શોધ ચાલી રહી છે. ત્રીજી હિરોઇનની શોધ જુલાઇ પછી કરવામાં આવશે. આ ફિલ્મનું બજેટ 300 કરોડ હોવાનું જાણવા મળે છે. આલિયા હાલ તેની આગામી િફલ્મ ‘કલંક’ પ્રમોશનમાં પણ વ્યસ્ત છે.

Related posts

જાણીતા નિર્દેશકે સોનાક્ષીની ફોટો શેર કરતા થઇ બબાલ!

Nawanagar Time

કરણ જોહરની બહુચર્ચિત ‘તખ્ત’નું પ્રથમ ટીઝર રીલીઝ

Nawanagar Time

વિંગ કમાન્ડર બનીને છવાયો અજય

Nawanagar Time

Leave a Comment