Nawanagar Time
એન્ટરટેઇનમેન્ટ

આલિયા ભટ્ટ દિલ્હીમાં જુનિયર એનટીઆર અને રામચરણ સાથે રાજમૌલિની ‘RRR’ માટે શૂટિંગ શરૂ કરશે

alia-bhatt-will-start-shooting-for-raj-rouras-rrr-with-junior-ntr-and-ramcharan-in-delhi

આલિયા ભટ્ટ આવતા અઠવાડિયાથી એક મહિના માટે બીજા શેડ્યૂઅલનું શૂટિંગ દિલ્હીમાં શરૂ કરશે,આ શૂટિંગમાં બ્રિટિશ એક્ટ્રેસ ડેઈઝી એડગર પણ ટીમને જોઈન કરશે.

અજય દેવગણ ‘તાનાજી’ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યા બાદ રાજામૌલિની ફિલ્મ માટે શૂટિંગ શરૂ કરશે,ફિલ્મ 30 જુલાઈ, 2020ના રોજ રિલીઝ થશે

‘બાહુબલી’ ફેમ ડિરેક્ટર એસ એસ રાજમૌલિ હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ ‘રામ રાવણ રાજ્યમ’ એટલે ‘આરઆરઆર’ પર કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં જુનિયર એનટીઆર અને રામચરણ લીડ રોલમાં છે. ઉપરાંત ફિલ્મમાં આલિયા ભટ્ટ અને અજય દેવગણ પણ સામેલ છે. હૈદરાબાદમાં પહેલા શેડ્યૂઅલનું શૂટિંગ પૂરું થઇ ગયું છે. હવે બીજા શેડ્યૂઅલનું શૂટિંગ આલિયા ભટ્ટ જુનિયર એનટીઆર અને રામચરણ સાથે શરૂ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આવતા અઠવાડિયાથી એક મહિનાના લાંબા શેડ્યૂઅલ માટે દિલ્હીમાં શૂટિંગ શરૂ થશે. આ શૂટિંગમાં બ્રિટિશ એક્ટ્રેસ ડેઈઝી એડગર પણ ટીમને જોઈન કરશે. અજય દેવગણ ‘તાનાજી’ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યા બાદ રાજામૌલિની ફિલ્મ માટે શૂટિંગ શરૂ કરશે.

સ્ટોરી

રાજમૌલિની આ ફિલ્મ મોટા સ્કેલ પર બની રહી છે. આ ફિલ્મ એક પિરિયડ ડ્રામા છે, જેની વાર્તા 1920ના બેકડ્રોપ પર સેટ થયેલી છે. ફિલ્મની સ્ટોરી બે મહાન સ્વતંત્ર સેનાનીઓની છે. અજય દેવગણનો આ ફિલ્મમાં કેમિયો છે. જેની એન્ટ્રી ફ્લેશબેકમાં થશે. આલિયા ફિલ્મમાં સીતાનો રોલ કરી રહી છે જે ચરણના પાત્રને ગમતી હોય છે. ડેઈઝી અને જુનિયર એનટીઆરની રોમેન્ટિક જોડી સ્ક્રીન પર દેખાશે. રાજામૌલિએ હૈદરાબાદમાં એક બંધ પડેલી એલ્યુમિનિયમની ફેક્ટરી પણ લઇ લીધી છે. તે ત્યાં 1920ના સમયગાળાની જેલનો સેટ અપ બનાવશે. સ્ટોરીનો ઘણો હિસ્સો જેલની અંદર જ સર્જાયેલો છે.

બોક્સઓફિસ ટક્કર

રાજમૌલિની ‘RRR ‘ ફિલ્મ હિન્દી, તેલુગુ, મલયાલમ, તમિળ સહિત ભારતની બીજી ભાષાઓમાં 30 જુલાઈ, 2020ના રોજ રિલીઝ થશે. આ જ દિવસે રોહિત શેટ્ટીની અક્ષય કુમાર સ્ટારર ‘સૂર્યવંશી’ પણ ઈદના દિવસે એટલે કે 30 જુલાઈના જ રિલીઝ થવાની છે. ઉપરાંત સલમાન ખાન અને આલિયા ભટ્ટ સ્ટારર સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ઇન્શાલ્લાહ’ પણ 30 જુલાઈ, 2020ના જ રિલીઝ થવાની છે.

Related posts

ઉર્વશીએ ટીકટોક પરથી કમાયેલા રૂા.પાંચ કરોડ દાન કરી દીધા

Nawanagar Time

ફરી એકવાર જરૂરતમંદોને વહારે આવતો અક્ષય

Nawanagar Time

ગેમ મસ્ટં ગો ઓન..વાગ્યો બોલ, વહેતું રહ્યું ખૂન અને હસતો રહ્યો ખેલાડી

Nawanagar Time

Leave a Comment