Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં ગુનાખોરી ડામવા તમામ જાહેર સ્થળો સીસીટીવીથી સજ્જ થશે

all-public-places-in-jamnagar-will-be-equipped-with-cctv

હાઇવે પરની હોટલો, પેટ્રોલ પંપો, મલ્ટીપ્લેકસ બિલ્ડીંગો, બહુમાળી ભવનો, મોલ, ધાર્મિક સ્થળો, શો-રૂમ્સ વગેરેમાં સી.સી.ટી.વી. કેમેરા મુકવા આદેશ

જામનગર:-જામનગર જિલ્લા અને શહેરમાં વધતી ગુનાખોરીને ડામવા માટે તમામ જાહેર સ્થળોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવાનો નિર્ણય લેવાયો છે. જેના અનુસંધાને જિલ્લાના હાઇવે પરની હોટલો, પેટ્રોલ પંપો, મલ્ટીપ્લેકસ બિલ્ડીંગો, બહુમાળી ભવનો, મોલ, ધાર્મિક સ્થળો, શો-રૂમ્સ વગેરેમાં સી.સી.ટી.વી.  કેમેરા મુકવા આદેશ કરવામાં આવ્યો છે.

જામનગર જિલ્લામાં કોઇ ગુનાહિત બનાવ બનતા અટકાવવા, જાહેર સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી જિલ્લામાં આવેલ બેંકીંગ સંસ્થાઓ, એ.ટી.એમ.સેન્ટરો, સોના, ચાંદી અને ડાયમંડના કિંમતી ઝવેરાત વેચનાર દુકાનો તથા શો-રૂમ, શોપીંગ મોલ, મલ્ટીપ્લેકસ થીયેટર, શોપીંગ સેન્ટર, કોમર્શીયલ સેન્ટર, હોટેલ, ગેસ્ટ હાઉસ, લોજીંગ-બોર્ડિંગ, ધર્મશાળા, અતિથિગૃહ, વિશ્રામગૃહ, બહુમાળી બિલ્ડીંગો, મોટા ઔદ્યોગિક એકમો, મોટા ધાર્મિક સ્થળોના માલિકો, ઉપભોક્તાઓ, વહીવટકર્તાઓએ તેમના ધંધાના સ્થળોના પ્રવેશ દ્વારો ઉપર તથા બહાર નીકળવાના દ્વાર પર, રીસેપ્શન કાઉન્ટર, લોબી, બેઝમેન્ટ, પાર્કીંગ તથા જાહેર જનતા માટેના પ્રવેશની તમામ જગ્યાઓ આવરી લે તેટલી સંખ્યામાં સી.સી. ટી.વી. કેમેરા હાઇડેફીનેશન તેમજ નાઇટ વિઝન વાળા કેમેરાની વ્યવસ્થા કરવાની રહેશે.

આ કેમેરામાં ઓછામાં ઓછુ પંદર દિવસનું રેકોર્ડીંગ પણ સાચવવાનું રહેશે જ્યારે પણ અધિકૃત અધિકારીને આવશ્યકતાના સંજોગોમાં રેકોર્ડીંગ માંગે તો તે આપવાનું રહેશે આ બાબત નવા શરૂ થતા એકમોએ ઉપરોકત વ્યવસ્થા કર્યા બાદ જ ધંધો શરૂ કરવાનો રહેશે તેમ અધિક જીલ્લા મેજિસ્ટ્રેટ રાજેન્દ્ર સરવૈયાએ જાહેરનામા દ્વારા જણાવેલ છે. આ હુકમ તા.17 માર્ચ 2019 સુધી લાગુ રહેશે. આ જાહેરનામાના ભંગ કે ઉલ્લંધન બદલ શિક્ષાને પાત્ર થશે.

જામનગર શહેર-જિલ્લામાં વધી રહેલા ગુનાખોરીના બનાવોને તુરંત ઉકેલવા માટે સીસીટીવી કેમેરા જરૂરી છે અનેક બનાવોમાં સીસીટીવી કેમેરાની ફૂટેજના માધ્યમથી આરોપીને ઓળખવામાં અને ઝડપી પાડવામાં પોલીસને સફળતા સાંપડી છે. પરિણામે શહેર તથા જિલ્લાની હોટેલો, પેટ્રોલ પંપ, મોલ, મલ્ટીપ્લેક્સ સહિતના જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવાનો આદેશ અપાયો છે.

Related posts

ગુજરાતની બોર્ડરે હાઈએલર્ટ. સુરક્ષા પર ચાંપતી નજર રાખતાં આપના જવાનો..

Nawanagar Time

હળદર, લવીંગ, ગરમ મસાલાના નમુના લેતી આરોગ્ય શાખા

Nawanagar Time

હકુભા બન્યા રાજ્યકક્ષાના પ્રધાન

Nawanagar Time

Leave a Comment