Nawanagar Time
અજબ-ગજબ

શુ તમે જાણો છો કે ?? બધી જ છીંકો અપશુકનીયાળ નથી હોતી..

all-the-shakes-are-not-an-ominous-factor-know-why
એક કરતા વધારે વખત છીંક આવે તો

જો તમે કોઈ શુભ કાર્ય માટે ઘરેથી બહાર જઈ રહ્યા છો અને તે સમયે જો કોઈ સામેથી છીંક ખાય તો કાર્યમાં મુશ્કેલીઓ જોવા મળે છે. પણ, જો તે સમયે કોઈને એક કરતા વધારે વખત છીંક આવે તો કાર્ય સરળતાથી પૂરું થઈ જાય છે અને આમ એક કરતા વધારે વખત છીંકને શુભ ગણવામાં આવે છે.

વસ્તુની ખરીદી કરતી વખતે છીંક આવે તો

જો કોઈ વસ્તુની ખરીદી કરતી વખતે છીંક આવે તો લાભ થાય છે, મતલબ કે તમે જે વસ્તુ ખરીદવા ગયા છો અને તે વસ્તુ ખરીદતી વખતે જો છીંકનો અવાજ સંભળાય તો તે સમયે ખરીદવામાં આવેલી વસ્તુથી લાભ થાય છે.

પૂર્વ દિશા તરફથી છીંકનો અવાજ સંભળાય તો

જો કોઈ વ્યક્તિને દિવસના પ્રથમ પ્રહર (3 કલાક) દરમિયાન પૂર્વ દિશા તરફથી છીંકનો અવાજ સંભળાય તો અનેક પ્રકારની પીડાનો સામનો કરવો પડે છે. જો બીજા પ્રહરમાં છીંકનો અવાજ સંભળાય તો શરીરને પીડા સહન કરવી પડે છે, જો ત્રીજા પ્રહરમાં છીંકનો અવાજ સંભળાય તો બીજા દ્વારા સ્વાદિષ્ટ ભોજનની પ્રાપ્તિ થાય છે. જો ચોથા પ્રહરમાં છીંકનો અવાજ સંભળાય તો મિત્રો અથવા સ્નેહીજનોની સાથે મુલાકાત થાય છે.

 

Related posts

2.34 લાખ કરોડના સોનાના ભંડાર પર વસ્યું ગામ !

Nawanagar Time

દુનિયાનો સૌથી ઊંડો સ્વિમિંગ પૂલ, સ્ટેચ્યુ ઓફ લિબર્ટીથી અડધી સાઇઝનો પૂલ

Nawanagar Time

જેએમસીને પોતાની માલિકીની જગ્યા અંગે શંકા

Nawanagar Time

Leave a Comment