Nawanagar Time
ગુજરાત

અંતે સૌરાષ્ટ્ર-કચ્છને AIIMS ની ફાળવણી : કેન્દ્ર સરકારની મંજૂરી…

વડોદરાને રેલવે યુનિવર્સિટી મળતા સૌરાષ્ટ્રનો માર્ગ મોકળો થયો: સૌરાષ્ટ્ર-કચ્છના લાખો દર્દીને વિશ્વકક્ષાની સારવાર મળશે

લગભગ 1500 કરોડના ખર્ચે રાજકોટમાં બનશે હોસ્પિટલ: જસદણની પેટા ચૂંટણી પત્યે અધિકૃત જાહેરાત થશે

વિકાસ અને સંવેદનશીલતાને વરેલી કેન્દ્રની મોદી સરકાર અને ગુજરાતની રૂપાણી સરકારે સૌરાષ્ટ્રની પ્રજાને એક અનેરી ભેટ આપી છે. ઓલ ઈન્ડીયા ઈન્સ્ટીટયુટસ ઓફ મેડીકલ સાયન્સ એટલે કે એમ્સ સૌરાષ્ટ્રમાં શરૂ કરવાને મંજુરી આપી હોવાનું જાણવા મળે છે. ગઈકાલે કેન્દ્ર સરકારે તામિલનાડુ અને તેલંગણામાં એમ્સ શરૂ કરવાને મંજુરી આપી હતી. સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં પણ એમ્સ શરૂ કરવાનું એલાન ગઈકાલે જ થવાનું હતુ પરંતુ જસદણમાં પેટાચૂંટણી હોવાને કારણે આચારસંહિતા લાગુ છે અને તેથી આ અંગેની જાહેરાત મુલત્વી રાખવામાં આવી છે, પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકારે સૌરાષ્ટ્ર-રાજકોટમાં એમ્સને સૈદ્ધાંતિક મંજુરી આપી દીધી છે પરંતુ માત્ર જાહેરાત જ કરવાની બાકી છે. ગુજરાતની સંવેદનશીલ વિજયભાઈ રૂપાણી સરકારના એકધારા પ્રયાસોના પરિણામ સ્વરૂપ આ એમ્સ મંજુર કરવામાં આવી છે. આ સાથે જ હવે સૌરાષ્ટ્રના દર્દીઓએ ગંભીર બિમારીઓ માટે હવે બહાર જવુ નહિ પડે અને સમય અને નાણાની બચત થશે એટલુ જ નહિ અદ્યતન સારવારના દ્વાર પણ ખુલશે. ગઈકાલે કેન્દ્ર સરકારે તેલંગણાના બીબીનાગરમાં રૂ. ૧૦૨૮ કરોડ અને તામીલનાડુના મદુરાઈમાં રૂ. ૧૨૬૪ કરોડના ખર્ચે નવી એમ્સ શરૂ કરવાને મંજુરી આપી હતી. સૌરાષ્ટ્ર-રાજકોટ માટે પણ આટલી જ મંજુરી મળશે એવુ નક્કી થયુ હોવાનું જાણવા મળે છે. અત્રે નોંધનીય છે કે, તાજેતરમાં જ એક ટીમ રાજકોટની મુલાકાતે આવી હતી અને સંભવિત સ્થળની મુલાકાત પણ લીધી હતી. આ ટીમના રીપોર્ટ બાદ સરકારે સૌરાષ્ટ્રની માંગણીનો આખરે સ્વીકાર કર્યો છે.

સૌરાષ્ટ્ર-રાજકોટને આંતરરાષ્ટ્રીય વિમાનની સુવિધા મંજુર કર્યા બાદ એમ્સને મંજુરી મળતા કેન્દ્ર અને રાજ્ય સરકાર સૌરાષ્ટ્ર તરફ પુરતુ ધ્યાન આપી રહી છે તે સ્પષ્ટ થઈ રહ્યુ છે. અત્રે એ પણ નોંધનીય છે કે, મોદીના હોમ સ્ટેટમાં એમ્સ શરૂ કરવા માટે નાણામંત્રી અરૂણ જેટલીએ ૨૦૧૭-૧૮ના બજેટમાં આ અંગેની જાહેરાત કરી હતી અને હવે તેનો અમલ થઈ રહ્યો છે. એ પણ નોંધનીય છે કે અગાઉ વડોદરા પણ એમ્સ માટે દાવેદારીમા હતુ પરંતુ હવે ત્યાં હવે રેલ્વે યુનિવર્સિટી સ્થપાતા હવે રાજકોટનું નામ પાક્કુ થઈ ગયુ હતુ અને હવે તેને મંજુરી પણ મળી ગઈ છે. રાજકોટને એમ્સ મળવી જોઈએ એવી ગુજરાતની રૂપાણી સરકારે કેન્દ્રની મોદી સરકારને સતત રજૂઆતો કરી હતી. રાજકોટમાં આ અંગેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે અને રાજ્ય સરકાર પણ જ્યાં જરૂર પડે ત્યાં મદદ કરવા તૈયાર છે એવી ધારદાર રજૂઆતો પણ રૂપાણી સરકારે કરી હતી તેના પરિણામ સ્વરૂપ મોદી સરકારે એમ્સને મંજુરી આપી છે. રાજકોટમાં ખીરસરા અને પરાપીપળીયા સાઈટ અગાઉ નક્કી થઈ હતી અને ત્યાં કેન્દ્રીય ટીમે પણ મુલાકાત લીધી હતી. તમામ ટેકનીકલ બાબતોનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો. અગાઉ પરાપીપળીયા યોગ્ય લોકેશન હોવાનું જણાયુ હતુ અને ત્યાં જામનગર, મોરબી, કચ્છ અને જૂનાગઢના દર્દીઓ સીધા આવી શકશે એવી રજૂઆતો પણ થઈ હતી. રાજકોટમાં વર્લ્ડ કલાસ સુવિધા ધરાવતા એમ્સ શરૂ થશે એ સાથે રાજકોટ સમગ્ર ભારતના નકશા ઉપર એક અનેરા મેડીકલ હબ તરીકે પણ ચમકશે એ નક્કી છે. જ્યારથી ગાંધીનગરમાં રૂપાણી સરકારે સત્તાનું સુકાન સંભાળ્યુ છે ત્યારથી રાજકોટ અને સૌરાષ્ટ્રના ભાગ્ય ખુલી ગયા છે. નવી નવી યોજનાઓ સાકાર થઈ રહી છે. સૌરાષ્ટ્રની પીવાના પાણીની સમસ્યા હવે ભૂતકાળ બની છે. રાજકોટને વર્લ્ડ કલાસ કક્ષાનું એરપોર્ટ પણ મંજુર થયુ છે. કરોડો રૂપિયાના પ્રોજેકટો મંજુર કરવામાં આવી રહ્યા છે. જેમા રાજકોટ-અમદાવાદ હાઈવે સીકસ લેન્ડ કરવાનું કામ પણ સામેલ છે.

Related posts

પોલીસ કર્મીઓને પણ મળશે હવે ‘વીકલી ઑફ’, આઠ કલાકની જ નોકરી

Nawanagar Time

મંત્રીમંડળમાં સમાવેશ થયા પછી હકુભા જાડેજાની ખંભાળિયાના રાજપૂત ગામોની મુલાકાત

Nawanagar Time

જામ્યુકોના અધિકારીઓની મિલકતોની વિગતો મંગાતા ખળભળાટ

Nawanagar Time

Leave a Comment