Nawanagar Time
નેશનલ

અમેરિકાના જોઇએ તેટલા ગ્રીનકાર્ડ મળશે!

americans-will-get-as-much-green-card-as-possible

નવી દિલ્હી:-અમેરિકામાં ટૂંક સમયમાં જ દેશના હિસાબ પ્રમાણે ગ્રીન કાર્ડની સંખ્યા પર લાગૂ મર્યાદાને સમાપ્ત કરી શકે છે. દેશના હિસાબ પ્રમાણે ગ્રીન કાર્ડની સંખ્યા સીમિત હોવાથી ભારત અને ચીનની નાગરિકોને સરેરાશ ઓછી સીટીઝનશીપ મળે છે જ્યારે બીજા દેશોના નાગરિકોને સરળતાથી અમેરિકાનું સ્થાયી નાગરિકત્વ મળી જાય છે. તેને સંલગ્ન  અમેરિકન સંસદમાં પાસ થયા બાદ ગ્રીન કાર્ડની સંખ્યા પર લાગેલી લિમિટ ખત્મ થઇ જશે.

અમેરિકાની બંને પાર્ટીઓ (રિપબ્લિકન અને ડેમોક્રેટિક)ના મોટાભાગના સાંસદ આ બિલના પક્ષમાં છે, એવામાં આશા વ્યક્ત કરાઈ રહી છે કે તેનો કાયદો બનાવામાં કોઇ સમસ્યા થનાર છે. ગૃહમાં કેલિફોર્નિયાના સાંસદ જે લોફગ્રેન (ડેમોક્રેટ) અને લોવાથી સાંસદ  બક (રિપબ્લિકન)એ ગૃહમાં ફેયરનેસ ઓફ હાઇ સ્કિલ્ડ ઇમીગ્રેન્ટસ એકટ 2019નું નવું વર્ઝન રજૂ કર્યું. ગૃહમાં કમલા હેરિસ (ડેમોક્રેટ) અને માઇક લી (રિપબ્લિકન) એ પણ તેનું સમર્થન કર્યું છે.

આ બિલ પાસ થતાં જ અમેરિકામાં નોકરીના આધાર પર મળનાર સ્થાયી નાગરિકતા આપ્યાના સંબંધિત લિમિટ સમાપ્ત થઇ જશે. અત્યારે આ લિમિટ  પર્સન્ટ છે. અત્યારના નિયમોના હિસાબ પ્રમાણે એક વર્ષમાં 1,40,000થી વધુ ગ્રીન કાર્ડ રજૂ કરી શકાતા નથી. આ સિવાય કોઇપણ એક દેશમાંથી 9800 નાગરિકોને એક વર્ષમાં સ્થાયી નાગરિકતા આપી શકાતી નથી.

આ કાયદાની અસર જોવા મળ્યા બાદ અમેરિકામાં નાગરિકતા મળવાની રાહ જોઇ રહેલા ભારતીય અને ચીની નાગરિકોની પેન્ડિંગ પડેલી એપ્લિકેશન  થઇ શકે છે. અત્યારે એક વર્ષમાં ભારતની સંખ્યા 9800 નાગરિકોને જ અમેરિકાની સ્થાયી સીટીઝનશીપ મળી શકે છે જ્યારે દર વર્ષે આવા હાઇ સ્કિલ્ડ લોકોની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે.

Related posts

ન્યુઝિલેન્ડ સામે ભારતનો ભૂંડો પરાજય

Nawanagar Time

પુલવામાં 18 કલાકથી ઘર્ષણ: 5 જવાન શહીદ, DIG, લેફ્ટિનેંટ, બ્રિગેડિયર ઘાયલ

Nawanagar Time

કેનેડાની નાગરિકતાનો વિવાદ વધે તે પહેલા જ અક્ષયે કર્યુ આ કામ…!!!!

Nawanagar Time

Leave a Comment