Nawanagar Time
ગાંધીનગર ગુજરાત

કાલે અમદાવાદમાં અમિત શાહનો મેગા રોડ-શો

amit-shahs-mega-road-show-in-ahmedabad-tomorrow

ગાંધીનગરમાં સમર્થકોની વિશાળ માનવસાંકળ રચાશે: વાજતે-ગાજતે ઉમેદવારીપત્ર રજૂ કરશે અમિત શાહ

ગાંધીનગર:-ગુજરાતમાં તમામ 26  પર ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થવા જઇ રહી છે ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આવતીકાલે જનસમુદાય સાથે ઉમેદવારી ફોર્મ ભરશે. તે પૂર્વે અમદાવાદના ઘાટલોડિયામાં મેગા રોડ-શો યોજશે ઉપરાંત ગાંધીનગરમાં વિશાળ માનવ સાંકળ રચી વાજતે-ગાજતે ભાજપના દિગ્ગજ અમિત શાહ વિજય વિશ્ર્વાસ સાથે ઉમેદવારી પત્ર રજૂ કરશે.

ભાજપના રાષ્ટ્રીય  અમિત શાહની લોકસભામા ઉમેદવારી પત્રક ભર્યાબાદ પહેલી રેલી અમદાવાદમાં કરશે. 30મી માર્ચના રોજ અમિત શાહ નારણપુરાથી 4 કિલોમીટરની રેલી કાઢશે. આ રેલીને લઇને તાબડતોડ રીતે પોલીસ સુરક્ષા ઉભી કરી દેવામાં આવી છે. રેલીમા સુરક્ષા પુરી પડવા અમદાવાદ શહેર પોલીસને કામે લગાડી દેવામાં આવી છે. અમિત શાહની અમદાવાદની રેલીમાં 1100થી  વધારે પોલીસ અધિકારી સહિત પોલીસ કર્મચારી તૈનાત કરવામાં આવશે. પોલીસ બંદોબસ્તમા 01 આઈજી, 03 ડીસીપી, 04 એસીપી, 10 પીઆઇ, 80 પીએસઆઈ, 1100 પોલીસ કર્મચારીઓનો ફોજ ખડકવામાં આવશે. આવતીકાલની રેલીને લઇને પોલીસ એક્શન મોડમાં છે. નારણપુરાથી ઘાટલોડિયા વિસ્તારમાં જે જગ્યાએથી રેલી અને રોડ શો નીકળશે ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં  છે.

અમિત શાહના રોડ શો અને રેલીમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચ, અમદાવાદ એસઓજી અને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચ પણ પેટ્રોલિંગમાં ઉપસ્થિત રહેશે. 4 કિલોમીટરના રેલી અને રોડ શોના રૂટ પર શુક્રવારે એટલે કે આજે પોલીસ બંદોબસ્ત વહેંચણી અને રિહર્સલ કરશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભરશે ત્યારે રાજ્યના  તમામ ઉમેદવારો હાજર રહેશે. 30 માર્ચને ખાસ બનાવવા માટે એવા સમાચાર મળી રહ્યા છે કે, તે દિવસે ભાજપના અન્ય કોઈપણ ઉમેદવાર ફોર્મ ભરશે નહીં. 30મી માર્ચે સવારે 9 વાગે અમિત શાહનો મેગા રોડ શો યોજાશે.

અમિત શાહનો મેગા રોડ શો નારણપુરા સરદાર પટેલ કોલોનીથી શરૂ થશે અને ઘાટલોડિયા પાટીદાર  સુધી પગપાળા રોડ શો થશે. અમિત શાહ સરદાર પટેલના સ્ટેચ્યૂને નમન કરીને રોડ-શોની શરૂઆત કરશે.

Related posts

આવતીકાલે ચારણ સમાજ દ્વારા સોનલબીજ મહોત્સવની ઉજવણી કરાશે.

Nawanagar Time

પત્ની લીવ ઇનમાં હોય તો પણ પતિ સાથેના સંબંધનો અંત આવતો નથી: કોર્ટ

Nawanagar Time

તાજિયા ગેંગના ચાર સાગ્રીતને દબોચી લેતી LCB

Nawanagar Time

Leave a Comment