Nawanagar Time
ગુજરાત જામનગર

અમૂલે લોન્ચ કર્યુ ઊંટડીનું દૂધ

amul-launches-violet-milk

ડાયાબિટિસના રોગીઓ માટે ઊંટડીનું દૂધ રામબાણ

જામનગર:-છેલ્લાં ઘણા વર્ષોથી જેની રાહ જોવાઇ રહી હતી તે ઊંટડીનું દૂધ હવે લોન્ચ કરી દેવાયું છે. આણંદ અમૂલ દ્વારા ઊંટડીનું દૂધ લોન્ચ કરાયું છે. જે રાજ્યમાં ગાધીનગર, અમદાવાદ અને કચ્છમાં મળશે. જેનો ભાવ 500 મિલિલિટર બોટલના 50 રૂપિયા છે. સાથોસાથ ઊંટડીના દૂધમાંથી ઉત્પાદન બજારમાં લાવવાની યોજના છેલ્લા ઘણા સમયથી પ્રસ્તાપિત હતી. આમ છતા કોઈ કારણોસર બ્રાન્ડ બજારમાં આવતી ન હતી. પરંતુ હવે અમુલના ઊંટડીના દૂધમાંથી બનેલી ચોકલેટો તથા અન્ય સહયોગી ઉત્પાદનો બજારમાં મળતા થઈ જશે. ગાય, ભેંસ અને બકરીનું દૂધ સ્વાસ્થ્યવર્ઘક છે પરંતુ ઊંટડીનું દૂધ પણ ખુબ જ ફાયદાકારક છે. તેમાંથી મળનારા લેક્ટોફેરિન નામના તત્વ કેન્સર સામે લડવામાં પણ મદદગાર સાબિત થાય છે. આ દૂધ પીવાથી લોહીમાંથી ઝેરી તત્વો પણ દૂર થાય છે અને લીવર શુદ્ધ થાય છે. પેટ સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે પણ ઊંટડીના દૂધનું સેવન કરવું જોઈએ. – આ દૂધ તરત પચી જાય છે. તેમાં દુગ્ધ શર્કરા, પ્રોટીન, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ, શુગર, ફાઈબર, લેક્ટિક અમ્લ, આયર્ન, મેગ્નિશિયમ, વિટામીન-એ, વિટામીન-ઈ, વિટામીન-બી 2, વિટામીન-સી, સોડિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, ઝિંક, કોપર, મેગ્નિઝ, વગેરે તત્વો મળી આવે છે. જે શરીરને સુંદર અને નિરોગી બનાવે છે.

ડાયાબિટિસના રોગીઓ માટે ઊંટડીનું દૂધ રામબાણ છે. ઊંટડીના એક લીટર દૂધમાં 52 યૂનિટ ઈન્સ્યુલિન મળી આવે છે. જે અન્ય પશુઓના દૂધમાંથી મળતા ઈન્સ્યુલિનના પ્રમાણ કરતા ગણુ વધુ છે. ઈન્સ્યુલિન શરીરમાં પ્રતિરોધક ક્ષમતા વધારે છે.  બીમારીઓમાં રાહત આપવા ઉપરાંત ઊંટડીના દૂધના સેવનથી ત્વચામાં પણ નિખાર આવે છે. ઊંટડીના દૂધમાં અલ્ફા હાઈડ્રોક્સિલ અમ્લ મળી આવે છે. તે ત્વચાને ગ્લો આપે છે. આ જ કારણ છે કે ઊંટડીનું દૂધ સૌંદર્ય સંબંધી પ્રોડક્ટ્સ તૈયાર કરવામાં વપરાય છે.

Related posts

રાજકોટના બનાવ બાદ ખેડૂત નેતા પાલ આંબલિયાને હોમ કોરેન્ટાઇન કરાયા

Nawanagar Time

સંત શિરોમણી જલારામ બાપાના ચરણોમાં હાલાર થયું નતમસ્તક

Nawanagar Time

રાજ્યનાં 25000 વેપારીને જીએસટીની નોટિસ

Nawanagar Time

Leave a Comment