Nawanagar Time
ગુજરાત

ખંભાળિયાના બેરાજા ગામે માટી ખોદતા શખ્સોે ટપારતાં વૃદ્ધ ઉપર હુમલો

an-attack-on-the-elderly-by-dragging-the-clay-in-village-bearaja-of-khambhadia

ખંભાળિયા:-ખંભાળિયા તાલુકાના બેરાજા ગામના મુળ વતની અને હાલ જામનગર ખાતે રહેતા ભીખાભાઇ જીવાભાઇ ચાવડા નામના 69 વર્ષના આહિર વૃદ્ધ ઉપર ખંભાળિયા તાબેના  ગામની સીમમાં વાડી વિસ્તાર ખાતે ઉગમણાબારા ગામના લખુભા નારણજી જાડેજા તથા તેની સાથે બે અજાણ્યા શખ્સોએ છરી તથા લોખંડના પાઇપ વડે ઘાતક હૂમલો કરી, ઇજાઓ પહોંચાડયાની ધોરણસર ફરિયાદ સલાયા મરીન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

ફરિયાદી ભીખાભાઇની ખેતીની જમીનની બાજુમાં આરોપી જેસીબી મારફતે માટી ખોદતા હતા તે જમીન ભીખાભાઇના  હોવાથી તેમણે ખોદકામ ન કરવા સમજાવ્યું હતું. પરંતુ આરોપીઓએ ઉશ્કેરાઇને હૂમલો કરી, બિભત્સ ગાળો કાઢી, માર માર્યાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

Related posts

ચૂંટણીને લઈ કલેકટર કચેરીમાં ઓબ્ઝર્વરની બેઠક

Nawanagar Time

મેલાણ ગામે દસ શખ્સો તિક્ષ્ણ હથિયારો વડે યુવાન પર તૂટી પડ્યા

Nawanagar Time

મંત્રી ઓ એ ઘણુ કહ્યુ કે પાણી ની તકલીફ નય પડે, પણ ઉનાળાના પ્રારંભે જ ટેન્કર ચાલુ..!

Nawanagar Time

Leave a Comment