Nawanagar Time
ગુજરાત જામનગર

દ્વારકામાં અબોટી બ્રાહ્મણ પરિવારોની 45 કરોડની મિલકતોના વિવાદનો અંત

An end to the controversy over property worth Rs 45 crore of Abbotti Brahmin families in Dwarka

દ્વારકા:-દ્વારકામાં સમસ્ત અબોટી બ્રાહમણ પરિવારો દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન લોકશાહીનો જાજરમાન વિજય થયો છે. અડધી સદીથી ચાલ્યા આવતાં કરોડોની મિલકતોનો વિવાદનો હવે અંત થવા તરફ છે.

વિગતો મુજબ સમસ્ત અબોટી બાહમણ પરીવારોની 45 કરોડની મિલકતો પવિત્ર યાત્રાધામ દ્વારકા શહેરમાં આવેલી છે જે મિલકતો અંગે છેલ્લા પચાસ વર્ષ સુધી વાદ વિવાદ ચાલ્યો આવતો હતો. સમસ્ત અબોટી બ્રાહમણ પરીવારની નવી ટીમ દ્વારા અનિલભાઈ જોષીની આગેવાની હેઠળ ઓપરેશન લોકશાહી શરૂ કરવામા આવી હતી. જેમાં પ્રથમ ચરણમાં સરકારી વહીવટદારની ગુજરાત સરકાર દ્વારા નિયુક્ત કરાવી દ્વારકાના સીમિત લોકો દ્વારા તાળા તોડી ગેરકાયદેસર વહીવટ ચલાવતા લોકો પાસેથી વહીવટદાર દ્વારા મિલકતોનો કબજો લેવરાવી વહીવટદાર દ્વારા સમસ્ત અબોટી બ્રાહમણ પરિવારોના અલગ અલગ પંદર ગામોમાં પારદર્શક ચુંટણી કરાવી ત્રીસ ગામ પ્રતિનિધિઓની અને અગીયાર ટ્રસ્ટીઓની નિમણુંક કરી વહીવટદારે પ્રમુખ અનિલભાઈ જોષીને ટ્રસ્ટ ની તમામ મિલકતો કબજો તથા સંપુર્ણ વહીવટ રોજ કામ કરી ને સોપેલ છે.

નવી ચુટાયેલ ટીમ દ્વારા અનિલ જોષી ની આગેવાની હેઠળ રિપોટીગ ટરટી તરીકે મદદનિશ ચેરિટી કમિશનર જામનગર ઓફીસમા પી ટી આર મા નામો ચડાવવા અરજી કરેલ. જેમાં અબોટી સમાજના એક જ ગ્રુપના સીમિત આગેવાનો દ્વારા વિરોધ અરજી કરી વાંધો ઉઠાવ્યો જેમા મદદનિશ ચેરિટી કમિશનરએ વાંધો ઉઠાવનાર લોકોને રૂબરૂ બોલાવી તેઓના વકીલોની દલીલો તથા પુરાવા ઓ લઈ કેસ ચલાવેલ જેમા બને લોકોની દલીલો તથા પુરાવાઓ ધ્યાને લઈ સમસ્ત અબોટી બાહમણ સમાજમાં ઐતિહાસીક ચુકાદો આપી નવી ચુટાયેલી બોડીની પીટીઆરમા નામો ચડાવવાની અનિલભાઈ જોષીની અરજી મંજુર કરેલી છે અને લેખિત હુકમ કરેલ છે. આ હુકમનો લેખિત હુકમ અનિલભાઈ જોષીને તથા તેર વાંધો લેનાર આગેવાનોને રજીસ્ટર એ ડી થી મદદનીશ કમિશનરે પોસ્ટ દ્વારા મોકલવામા આવેલ છે. અશ્વિનભાઈ ઠાકર. દારકા શહેર, જીતેન્દ્રભાઈ ઠાકર હાબરડી, દેવરામભાઈ ભટ્ટ આસોટા, સતિષભાઈ ઠાકર જામનગર, રામજીભાઈ ઠાકર પીડારા, હિતેષભાઈ ભટ્ટ ભાટીયા, શંકરભાઈ ઠાકર ખંભાળીયા, રતનજીભાઈ જોષી દાતરાણા, મનસુખભાઈ ઠાકર જાકસીયા, નારણભાઇ ભટ્ટ ખતુબા મદદનીશ ચેરીટી કમિશનરના હુકમ ને આવકારી પવિત્ર યાત્રાધામ દારકા શહેરમા સમસ્ત અબોટી બાહમણ પરિવારો દ્વારા ફટાકડા ફોડી દિવાળી ની ઉજવણી કરી અનિલભાઈ જોષી પ્રમુખ તથા તેઓની નવી ચુટાયેલ સમગ્ર ટીમ ને અભિનંદન આપીને જાહેર આભાર માન્યો હતો.

Related posts

જામજોધપુર પંથકમાં સલામતી નિયમોનો ભંગ કરી હેવી વીજલાઇન નખાતાં રોષ

Nawanagar Time

કોરોના એલર્ટ વિદેશથી આવેલા જામનગરના આઠ વ્યક્તિ નજરકેદ

Nawanagar Time

ગર્ભ પરિક્ષણ માટે સરકારી ચોપડે જિલ્લામાં માત્ર 90ની જ નોંધણી

Nawanagar Time

Leave a Comment