Nawanagar Time
ગુજરાત જામનગર

દેવભૂમિ દ્વારકામાં એક વર્ષમાં નવા 8270 મતદારોનો વધારો

an-increase-of-8270-new-voters-in-devlooma-dwarka-in-a-year

મતદાર યાદીની આખરી પ્રસિઘ્ધિ બાદ જિલ્લામાં કુલ 541806 મતદારો નોંધાયા: કલેકટર નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ

જામનગર:-દેવભુમી દ્વારકામાં છેલ્લા એક વર્ષના સમયગાળા દરમ્યાન 8270 નવા મતદારોનો ઉમેરો થયો હોવાનો સરકારના આંકડા પરથી ફલીત થઇ રહયું છે. મતદાર યાદીમાં  જિલ્લામાં બન્ને વિધાનસભાના મળી 277700 પુરૂષ, 257143 સ્ત્રી 10-અન્ય મળી કુલ 534853 મતદારો નોંધાયેલ હતાં. મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2019 અન્વયે 01-09-2018 થી 15-10-2018 દરમ્યાન મળેલ દાવાઓના નિકાલ બાદ 31-1-19ના રોજ આખરી પ્રસિઘ્ધિ કરવામાં આવેલ જેમાં જિલ્લામાં 281201 પુરુષ,  260594 સ્ત્રી તથા 11 અન્ય મળી કુલ 541806 આખરી મતદારો નોંધાયા છે. ખાસ સંક્ષિપ્ત સુધારણાના અંતે 3501 પુ., 3451 સ્ત્રી મળી કુલ 6952 મતદારોનો વધારો થયો છે જયારે સમગ્ર વર્ષ 2018 દરમ્યાન જિલ્લામાં કુલ 8270 મતદારોનો વધારો થયેલ છે.  જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લાના પ્રેસ પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં જિલ્લા કલેકટર નરેન્દ્રકુમાર મીનાએ ઉકત માહિતી આપી હતી. જિલ્લા કલેકટરએ વધુમાં જણાવ્યું હતું કે લોકસભાના મતદાન રેશીયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લો પાછળ છે જેથી લોકોમાં મતદાન અંગેની જાગૃતિ આવે તેવા પ્રયાસો કરવા જણાવ્યું હતું. તેમજ હાલ તા.1-1-2019ની લાયકાતની તારીખના સંદર્ભમાં હાલ મતદારયાદી સતત સુધારણા કાર્યક્રમ-2019 ચાલુ છે. જેમાં લાયકાત ધરાવતા તમામ વ્યક્તિઓ મતદારયાદીમાં નવા નામ દાખલ કરવા તથા સુધારો કરવા/ કમી કરવા નિયત ફોર્મ રજુ કરી શકે છે. ચાલુ વર્ષે કોઇપણ મતદાર રહી ન જાયની થીમને ધ્યાનમાં લઇ તમામ લાયક મતદારો પોતાનું નામ મતદારયાદીમાં નોંધાવે તે માટે ચુંટણી પંચ દ્વારા અપિલ કરવામાં આવેલ છે તેમ જણાવ્યું હતું.

Related posts

બાયોડીઝલમાં ભેળસેળ ખૂલતાં ચાર પંપ સીલ, પુરવઠાનો સપાટો

Nawanagar Time

જામજોધપુરના ચૂર ગામે કાગળ ઉપર થઈ ગયાં વિકાસના કામો!

Nawanagar Time

પટેલ પાર્કમાં જાહેર માર્ગો બંધ કરી લોખંડના ગેઈટ ખડકી દેવાયાં

Nawanagar Time

Leave a Comment