Nawanagar Time
ખાસ મુલાકાત ગુજરાત જામનગર

સેવાના ભેખધારી અનિરૂધ્ધસિંહ જાડેજા (રીબડા) ‘નવાનગર ટાઈમ’ની મુલાકાતે

anand-sharma-jadeja-ribada-on-the-visit-of-nawanagar-time

જામનગર: સૌરાષ્ટ્રમાં અનિરૂધ્ધસિંહ જાડેજાના સેવાકાર્યોની સરવાણી અવિરત વહેતી રહે છે. તેઓ હાલ સૌરાષ્ટ્રમાં થેલેસેમિયા પિડીત બાળકો, ગરીબોને મેડીકલ સહાય આપી રહ્યાં છે ઉપરાંત રક્તદાન, ગૌશાળાને દાન અને સમૂહલગ્નોત્સવ જેવા સેવાકિય કાયો પણ કરી રહ્યાં છે.

જાડેજા દ્વારા ગોંડલ તાલુકાના વાડધરી ગામ ખાતે આનંદી આશ્રમની ગૌશાળામાં કુલ 1700થી 1800 ગાયોની આશ્રમ શાળાને દત્તક લીધેલ છે. આજુબાજુના 3 તાલુકાના પટેલો તેમજ ઉદ્યોગપતિ દ્વારા આર્થિક સહાય મળે છે તેમજ મોટો ફાળો અનિરૂધ્ધસિંહ જાડેજાનો હોય છે. આ આનંદી આશ્રમના ગાદીપતિ રાજારામબાપુ દ્વારા સંચાલન કરવામાં આવે છે. અનિરૂધ્ધસિંહ જાડેજાનો  ગૌશાળામાં હોય છે પરંતુ આ જ આશ્રમ દ્વારા તેઓ અન્નક્ષેત્ર પણ ચલાવે છે જેમાં દરરોજ ગૌશાળા તેમજ શાપર, રાજકોટ હોસ્પિટલમાં રિક્ષા મારફત અનલીમીટેડ ટીફીન ગરીબ દર્દીઓ માટે પહોંચાડવામાં આવે છે તેમજ આ ગૌશાળાની ગાયોનું દૂધ-છાશ, આજુબાજુના ગામોમાં ગરીબ ઘરોને તદ્દન ફ્રી આપવામાં આવે છે. તેમજ ગાયના શુધ્ધ ઘીનો શીરો  દરરોજ રાજકોટ જનાના હોસ્પિટલમાં ડિલવરીવાળી બહેનોને ફ્રી પહોંચાડવામાં આવે છે.

ઉપરાંત તેઓએ તેમના ભાઇ સ્વ.રામદેવસિંહ જાડેજાના સ્મરણાર્થે સ્વગતની તિથી નિમિતે દર વર્ષે જગતસિંહ જાડેજાના સહયોગ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ તેઓના રાજકોટ હાઇવે પરના સ્કોડના શોરૂમ ખાતે યોજવામાં આવે છે. જેમાં 3500થી 4000 જેટલી બોટલો રકત એકત્રિત કરવામાં આવે છે  તે બ્લડ રાજકોટની તમામ બ્લડ બેન્કો, અમદાવાદની વાડીલાલ હોસ્પિટલ અને સિવીલ હોસ્પિટલ, જુનાગઢની સિવીલ હોસ્પિટલ, સર્વોદય બ્લડ બેન્કમાં ગરીબ દર્દીઓ માટે વિનામૂલ્યે આપવામાં આવે છે.

ઉપરાંત અનિરૂધ્ધસિંહ જાડેજાએ થેલેસેમિયાના 200 બાળકો દત્તક લીધેલ છે આ બાળકોને દર વર્ષે બ્લડ બદલવાનું હોય છે. આથી આવા બાળકોને જીવનપર્યંત અનિરૂધ્ધસિંહ બાપુ દ્વારા  બ્લડની સૂવિધા આપવામાં આવે છે. અનિરૂધ્ધસિંહ બાપુના સેવાકિય તેમજ સામાજીક કાર્યો થંભતા નથી પરંતુ તેઓએ આ ઉપરાંત ગોંડલ ખાતેની વાડોદરિયા ઓર્થોપેડિક હોસ્પિટલ પણ દત્તક લીધેલ છે. આ હોસ્પિટલમાં તેઓએ બદરીનાથ ટ્રસ્ટ હેઠળ 2015થી અનેક ગરીબ દર્દીઓને વિનામૂલ્યે મેડીકલ સહાય કરેલ છે.
આ બદરીનાથ ટ્રસ્ટ થકી અમર ગોંડલીયા, નિમેષ હિરપરા, ડૉ. દિપક વાડોદરિયા અને અનિરૂધ્ધસિંહ જાડેજાના દિકરા સત્યજીત જાડેજા દ્વારા અનેકવિધ વિનામૂલ્યે રાહત કેમ્પ કરેલા છે. તેઓનું આ ટ્રસ્ટ પીડબલ્યુડી ગર્વમેન્ટ રજીસ્ટર્ડ છે. તેઓના આ ટ્રસ્ટ દ્વારા કોઇપણ જ્ઞાતિના ગરીબ દર્દીઓ માટે અતિજટીલ અને ખર્ચાળ જોઇન્ટ રીપ્લેસમેન્ટ તદ્દન વિનામૂલ્યે કરી આપવામાં આવે છે તેમાં તેઓ દરેક પ્રકારના લેબોરેટરી ટેસ્ટ, કોઇપણ રિપોર્ટ સાથે રહેવું, ખાવુ-પીવું પણ ફ્રી આપવામાં આવે છે એટલું જ નહીં પરંતુ ગરીબ દર્દીને આવવા જવાની વ્યવસ્થા પણ કરી દેવામાં આવે છે. આ વાડોદરીયા હોસ્પિટલમાં વર્ષે એકંદરે 100 ઓપરેશન જોઇન્ટ રીપ્લેસમેન્ટ થતાં હોય જેમાં 30થી 40 ઓપરેશન ટ્રસ્ટ દ્વારા તદન વિનામૂલ્યે કરી દેવામાં છે. અનિરૂધ્ધસિંહ જાડેજા દ્વારા ગોંડલની જનરલ હોસ્પિટલમાં તેમના ભાઇ સ્વ. રામદેવસિંહ જાડેજા અને સ્વ. ભગીરથસિંહ જાડેજાના સ્મર્ણાથે એમ્બ્યુલન્સ પણ ગરીબ દર્દીઓ માટે આપેલ છે. અનેક વિધ મેડીકલ સહાય ઉપરાંત તેઓ સમૂહલગ્ન દ્વારા ગરીબ દીકરીઓને પણ યથાશકિત કરિયાવરની પણ સહાય કરે છે. આજુબાજુના ગામડાઓમાં ગરીબ ઘરની દીકરીઓને જરાપણ ઓછું ન તે રીતે સમગ્ર દાયજો તેમના તરફથી આપવામાં આવે છે.

 

Related posts

જીજીમાં આજથી આયુર્વેદિક-હૉમિયોપેથિક ઓપીડી શરૂ

Nawanagar Time

શનિવારે આયુર્વેદ ફાર્મસી એજ્યુકેશન સ્કોપ એન્ડ ચેલેન્જીઝ વેબિનારનું ઓનલાઈન આયોજન

Nawanagar Time

લાલપુર નજીક ડમ્પર હડફેટે બે ગાયોના મોત

Nawanagar Time

Leave a Comment